<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

ધારીખેડા સુગર ફેક્ટરીના કોઝન પ્લાન્ટમાં આગ લાગતા એક નું મોત: ચાર કર્મીઓ દાઝયા

ફેકટરીનાં કોઝન પ્લાન્ટમાં બોઈલરના બગાસ સાયલોમાંથી કોઈક કારણસર આગ બેક આવતા દુર્ઘટના

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધરીખેડા ગામની સુગર ફેક્ટરીના પ્લાન્ટમાં આગ લાગવાની ઘટનામા એક કર્મચારીનું મોત તેમજ અન્ય ચાર કર્મીઓ દાઝી જવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે

   પ્રાપ્ત માહિતી અનુસાર મરનાર અશોકભાઈ વિઠ્ઠલભાઈ પાટણવાડીયા( રહે,માંગરોળ તા. નાંદોદ જી.નર્મદા) નાઓ ગઈ તા.૧૦/૦૪/૨૦૨૬નાં ધારીખેડા સુગર ફેક્ટરીમાં નોકરી ઉપર હતા તે દરમ્યાન ફેકટરીનાં કોઝન પ્લાન્ટમાં બોઈલરના બગાસ સાયલોમાંથી કોઈક કારણસર આગ બેક આવતા મરનાર અશોકભાઈ તથા બીજા ચાર કર્મચારીઓ દાઝી જવાથી પ્રાથમિક સારવાર સિવિલ હોસ્પીટલ રાજપીપલા ખાતે કરી વધુ સારવાર માટે મરનારને સ્ટલીંગ હોસ્પીટલ વડોદરા ખાતે રિફર કરેલ જે તા.૧૯/૦૪/૨૦૨૬ના રોજ સારવાર દરમ્યાન મોત નિપજતા આમલેથા પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:49 AM IST)