તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
સુરતના કતારગામમાં કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીમાંથી મૃત નવજાત શિશું મળ્યું: માતાને ઝડપી લેવાઈ
સંતાનો મોટા થઈ ગયા હોવાથી ગર્ભ રાખવો શરમજનક લાગ્યો હતો તેવુ જનેતાએ કહ્યું હતું. તેને સમાજમાં ભયંકર બદનામીનો ડર સતાવી રહ્યો હતો

સુરતના કતારગામ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીમાંથી એક દિવસનું મૃત નવજાત શિશું મળી આવ્યું છે. ચોકબજાર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે સીસીટીવી કેમેરા અને હ્યુમન સોર્સિસથી તપાસ શરૂ કરી છે. ગણતરીના દિવસોમાં જ નવજાત શિશુને ત્યજી દેનાર કળિયુગી માતાને દબોચી લીધી છે . સંતાનો મોટા થઈ ગયા હોવાથી ગર્ભ રાખવો શરમજનક લાગ્યો હતો તેવુ જનેતાએ કહ્યું હતું. તેને સમાજમાં ભયંકર બદનામીનો ડર સતાવી રહ્યો હતો
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
