હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેશના મોબાઇલ નંબર વાત કરી હોય તેવા ૬૨૦૦ લોકોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો હતો : ડો.કે. એલ. એન.રાવ
લાંબા સમયથી બાંગ્લાદેશથી ગુજરાતમાં ઘૂસેલા ઘૂસણખોરો IB વડા અશોક કુમાર યાદવ ટીમ, અને રાજ્યભરની પોલીસની મહેનત તથા એક્સલેન્સી વિભાગના એસપી રાજદીપસિંહ ઝાલા અને ટીમનું યોગદાન ખૂબ મોટું રહ્યું છે, એક જ રાતમાં થયેલ ઓપરેશન ડેલ્ટા હન્ટની ભીતરી કથા... : એક જ રાતમાં થયેલ મુખ્ય પોલીસ વડાના માર્ગદર્શનમાં થયેલ ઐતિહાસિક કાર્યવાહી પર નાયબ મુખ્ય મંત્રી આફ્રિન પોકારી ઉઠ્યા... : આ ઓપરેશન તો શરૂઆત છે, ગુજરાતના ખૂણે ખુણા સુધી વ્યાપ વિસ્તારી ઘૂસણખોરો જબ્બે કરવાનો પોલીસનો માસ્ટર પ્લાન રેડી છે...

રાજકોટ, તા.૪: રાષ્ટ્રીય સુરક્ષા ધ્યાને રાખી ગુજરાત પોલીસ દ્વારા નાયબ મુખ્યમંત્રીની સૂચનાથી રાજ્યના મુખ્ય પોલીસ વડા ડો. કે. એલ.એન.રાવ દ્વારા ઓપરેશન ડેલ્ટા હન્ટ મંગળવાર રાતથી શરૂ કરાયેલ, જે અંતર્ગત અત્યાર સુધીમાં ૩૬૨ જેટલા ગેર કાયદે બાંગ્લાદેશીઓ ઝડપાવા સાથે ૭૮૨ લોકોનો પૂછપરછ કરવામાં આવી હોવાનું રાજ્યના મુખ્ય પોલીસ વડા ડો કે. એલ.એન.રાવે જણાવ્યું છે
રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવે જણાવ્યું હતું કે, આ ઝુંબેશ સંપૂર્ણપણે ટેકનિકલ ડેટા અને ફિલ્ડ વેરિફિકેશન પર આધારિત છે. ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ' દ્વારા મળેલા ટેકનિકલ તેમજ લોકલ ઇનપુટ્સના આધારે ગુજરાતમાં વ્યાપક ટેલિકોમ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેના આધારે બાંગ્લાદેશના નંબરો સાથે વાસ્તવિક વાતચીત કરી હોય એવા ભારતીય મોબાઈલ નંબરોનો ડેટાબેઝ તૈયાર કરાયો છે. આ પદ્ધતિથી ૬૨૦૦થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓનો ડેટાબેઝ એકત્ર કરી ગેરકાયદેસર નેટવર્કને તોડવા જમીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ઓપરેશન સંદર્ભે વધુ વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા (National Security)ના મુદ્દે રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ' નીતિ અંતર્ગત રાજ્યની સરહદો ઓળંગી ગેરકાયદેસર આશરો લઈ રહેલા બાંગ્લાદેશી નાગરિકો અને ઘૂસણખોરો વિરૂદ્ધ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્યની સુરક્ષા સાથે ચેડાં કરનારા દરેક ઘૂસણખોરને ગુજરાતના ખૂણે-ખૂણેથી શોધી કાઢી, તેમના પર કાયદાનો સકંજો કસી તેમને બાંગ્લાદેશ મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન અનેક કિસ્સાઓમાં એવી ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે કે, પકડાયેલા બાંગ્લાદેશીઓમાંથી કેટલાક લોકો ૨-૪ વર્ષ પહેલાં અથવા તેનાથી પણ વધુ સમય પહેલાં પヘુિમ બંગાળના જુદા-જુદા ગામડાઓ અને ક્ષેત્રોમાંથી ભારતમાં ઘૂસ્યા હતા. ત્યાં તેમણે સ્થાનિક વચેટિયાઓની મદદથી પヘુિમ બંગાળના લોકલ ડોકયુમેન્ટ્સ બનાવ્યા અને તે લોકલ ડોકયુમેન્ટ્સના આધારે ભારતના સત્તાવાર આધાર કાર્ડ મેળવવામાં સફળતા મેળવી હતી. આ સમગ્ર નેટવર્કની પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે.
પશ્ચિમ બંગાળ સરહદ પર BSFના ફેન્સિંગના કામ માટે પશ્ચિમ બંગાળની નવી સરકારે જે જગ્યા ફાળવી આપી છે, તેનાથી આવનારા વર્ષોમાં દેશની સરહદો વધુ સુરક્ષિત બનશે અને ભવિષ્યમાં આવા ઘૂસણખોરોને ભારતમાં પ્રવેશવાનો મોકો નહીં મળે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ ઓપરેશન ડેલ્ટા હન્ટ૨(Operation Delta Hunt)આગામી દિવસોમાં પણ રાજ્યના તમામ ક્ષેત્રો અને ચારેય વિસ્તારોમાં ચાલુ રહેશે. અને ગેરકાયદેસર રીતે એક જ રાતમાં આટલા મોટા પ્રમાણમાં થયેલી આ કાર્યવાહીને ગુજરાત પોલીસની એક ‘ઐતિહાસિક સફળતા' ગણાવીને તમામ પોલીસ યુનિટ્સને નાયબ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવે જણાવ્યું હતું કે, આ ઝુંબેશ સંપૂર્ણપણે ટેકનિકલ ડેટા અને ફિલ્ડ વેરિફિકેશન પર આધારિત છે. ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ' દ્વારા મળેલા ટેકનિકલ તેમજ લોકલ ઇનપુટ્સના આધારે ગુજરાતમાં વ્યાપક ટેલિકોમ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેના આધારે બાંગ્લાદેશના નંબરો સાથે વાસ્તવિક વાતચીત કરી હોય એવા ભારતીય મોબાઈલ નંબરોનો ડેટાબેઝ તૈયાર કરાયો છે. આ પદ્ધતિથી ૬૨૦૦થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓનો ડેટાબેઝ એકત્ર કરી ગેરકાયદેસર નેટવર્કને તોડવા જમીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
