<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

દસક્રોઈ ધારાસભ્ય બાબુભાઈ પટેલે તાલુકા પંચાયતના તમામ મુખ્ય હોદ્દાઓ પર મહિલાઓની નિમણૂક કરી

તેમણે કહ્યું ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં - દસક્રોઈ તાલુકાની અંદર તમામ મહિલાઓને સ્થાન આપી મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું

દસક્રોઈ વિધાનસભાના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલે પોતાના ક્ષેત્રમાં લગભગ મહત્ત્વના હોદ્દા પર મહિલાઓને શીર્ષ નેતૃત્વ પૂર્ણ પાડી મહિલા સશક્તિકરણની ઝાંખી કરાવી છે.

આ અંગે ધારાસભ્ય બાબુભાઈએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક સંકલ્પ કે મહિલા સશક્તિકરણ થવું જોઈએ. દેશની અંદર મહિલાઓ આગળ વધવી જોઈએ. એવી એમની એક વિચારધારા. એમના વિચારને પ્રધાન્ય આપી, ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં - દસક્રોઈ તાલુકાની અંદર તમામ મહિલાઓને સ્થાન આપી મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વધુમાં તેમણે કહ્યું કે, મને કહેતા આનંદ થાય છે કે દસક્રોઈ તાલુકા પંચાયતના પ્રમુખ સુનીતાબહેનને પટેલ, ઉપપ્રમુખ મીનાબહેન બારૈયા, કારોબારી ચેરમેન સુમનબહેન વાઘેલા, પક્ષના નેતા પીનલબહેન પટેલ અને દંડક નિશાબહેન રબારીને બનાવ્યા છે.  

(10:36 PM IST)