<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

અમદાવાદ ઉપર ઘેરા વરસાદી વાદળોઃ સવારથી ધીમીધારે વરસાદ, આગામી ત્રણ કલાક માટે ચેતવણી

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં હળવા-મધ્‍યમ વાદળો, અમદાવાદ-ખેડા-મહીસાગર માટે વરસાદી નાઉકાસ્‍ટ

રાજકોટ : આજે સવારે ૮ વાગ્‍યાની ઇનસેટ તસવીરમાં અમદાવાદ અને આસપાસના વિસ્‍તાર ઉપર ઘેરા વરસાદી વાદળો જોવા મળી રહ્યા છે, જ્‍યારે સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સહિત ગુજરાતના મોટા ભાગ ઉપર હળવા થી મધ્‍યમ વાદળો છવાયેલા છે. અમદાવાદમાં સવારથી ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગની તાજી ચેતવણીમાં અમદાવાદ માટે સવારે ૧૦.૦૭ વાગ્‍યા સુધી ઓરેન્‍જ એલર્ટ દર્શાવાયું છે. નાઉકાસ્‍ટની વિગત મુજબ અમદાવાદ, ખેડા અને મહીસાગરમાં આ દરમિયાન છૂટાછવાયા સ્‍થળે મધ્‍યમ વરસાદ સાથે હળવી ગાજવીજ તથા વીજળીની શકયતા છે.

આજે ગુજરાતમાં કેટલાક સ્‍થળે ભારે વરસાદ તથા ગાજવીજની ચેતવણી છે, જ્‍યારે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગાજવીજની સંભાવના દર્શાવાઈ છે. ખાનગી હવામાન સેવાઓ પણ અમદાવાદમાં સવારે વરસાદ અને દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતા દર્શાવે  છે. સ્‍કાયમેટમાં હળવો વરસાદ અને ઊંચો ભેજ નોંધાયો છે.

જયારે વાપીમાં ધીમો વરસાદ સવારે ચાલુ હતો અને રાજકોટમાં સવારથી વાદળા છવાયેલા છે.

(3:55 PM IST)