<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

લાછરસ ગામમાં ખતરનાક વાવાઝોડુ અને ભારે પવનના કારણે પટેલ પરિવારના ઘરની દીવાલ તૂટતા એક બાળકીનું મોત

હર્ષદભાઈ મથુરભાઈ પટેલના રહેણાક મકાનની દિવાલ પડતાં ઘરવખરીનું નુકશાન સાથે બે ઇજાગ્રસ્ત પૈકી એક બાળકીનું મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રવિવારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામ માં આવેલા ભારે વાવાઝોડા અને પવનના કારણે પટેલ પરિવારના ઘરની દિવાલ તૂટી પડતા ઘરના બે સભ્યો ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું.
   પ્રાપ્ત વિગતો અનુસાર રવિવારે મળસ્કે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો જેમાં નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં પણ વાવાઝોડુ અને ભારે પવનના કારણે હર્ષદભાઈ મથુરભાઈ પટેલના રહેણાક મકાનની દિવાલ પડતાં ઘરવખરીનું નુકશાન અને પટેલ હર્ષદભાઈ મથુરભાઈ પટેલ, ઉ.વ. આશરે ૬૦ વર્ષ અને રીંકુબેન જીજ્ઞેશભાઈ પટેલ ઉ.વ.આશરે ૧૦ વર્ષ દિવાલમાં દબાઈ ગયેલ હતા. જેમને પ્રાથમિક સારવાર માટે રાજપીપળા સિવિલમાં લાવવામા આવેલ હતા.સારવાર દરમ્યાન રીંકુબેન જીજ્ઞેશભાઈ પટેલનું અવસાન થયું હતું. ઘટનાની જાણ ગ્રામજનોને થતા લોકટોળા એકઠા થયા હતા અને બચાવ કામગીરી કરી હતી 
બોક્સ: મૃત્યુ પામનાર રિંકુ લાછરસની શાળામાં ધોરણ. 5 માં પાસ થયા બાદ છઠ્ઠા ધોરણમાં મૂકવાની હતી ત્યાં આ દુખદ ઘટના બનતા પરિવારમાં માતમ છવાયું છે.

(9:40 PM IST)