તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
રાજપીપળા એસટી ડેપોમાં બસ સીધી પ્લેટફોર્મ તોડી અંદર ઘૂસી જતા નુકશાન, ત્યાં બેઠેલા લોકોનો આબાદ બચાવ
આ બસ રાજપીપળાથી દાહોદ થઈ આગળ જવાની હતી ત્યારે જ રાજપીપળા ડેપોમાં આ ઘટના બની

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા એસટી ડેપોમાં બસ સુધી પ્લેટફોર્મ તોડી અંદર ઘૂસી જતા નુકશાન, ત્યાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો હતો અને ડ્રાઇવર બસ મૂકી નાશી છૂટ્યો હોવાનું મુસાફરો પાસેથી જાણવા મળ્યું હતું.
એસટી ડેપો માંથી મળતી માહિતી મુજબ સવારે રાજપીપળા એસટી ડેપો માંથી દાહોદ તરફ જવા નીકળેલી બસ નંબર GJ. 18.ZT 0279 નંબર ની એસટી બસ ના ચાલક રાજેશ રાજારામ રબારી રૂટિન મુજબ બસ પ્લેટફોર્મ માંથી પૂરપાટ હંકારી લાવી આ બસ ને પ્લેટફોર્મ ઉપર મૂકવા જતા અચાનક બસે કાબુ ગુમાવતા બસ પ્લેટફોર્મ તોડી અંદર ઘૂસી ગઈ જેમાં મોટું નુકશાન થયું પરંતુ પ્લેટફોર્મ ઉપર બેઠેલા મુસાફરો નો આબાદ બચાવ થયો અને ડેપો માં અફરા તફરી મચી હતી. જોકે આ ઘટના મા અમુક વ્યક્તિઓ ને ઇજા પણ થઈ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારે એસટી અમારી સલામત સવારી સૂત્ર ના ધઝિયા ઉડતા જોવા મળ્યા હતા. ઘટના બાદ બસ ચાલક નાશી છૂટ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
