<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

તાપીના ડોસવાડા ડેમમાં વરસાદથી નવા નીરની આવક થતાં ડેમ છલકાયો

ચાલુ સિઝનમાં ડોસવાડા ડેમ ત્રીજી વખત ઓવરફ્લો થયો: ડેમ તેની પૂર્ણ સપાટીથી એક ઈંચ ઓવરટોપ થતાં પાણી છલકાઈ રહ્યું છે.

તાપીના ડોસવાડા ડેમમાં છૂટાછવાયા વરસાદથી નવા નીરની આવક થતાં ડેમ છલકાયો છે. ચાલુ સિઝનમાં ડોસવાડા ડેમ ત્રીજી વખત ઓવરફ્લો થયો છે. ડેમ તેની પૂર્ણ સપાટીથી એક ઈંચ ઓવરટોપ થતાં પાણી છલકાઈ રહ્યું છે. ડેમ ઓવરફ્લો થવાના રમણીય દૃશ્યો જોવા માટે સહેલાણીઓ પણ ઉમટી રહ્યા છે. વરસાદ બાદ ડેમ વિસ્તારમાં આહલાદક અને રમણીય આકાશી દૃશ્યો સર્જાયા છે. ડોસવાડા ડેમમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ થતાં સોનગઢ અને વ્યારા તાલુકાના 17 ગામો માટે આગામી એક વર્ષ સુધીના પાણીની જરૂરિયાત પૂરી થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. ડેમ છલકાતા આસપાસના વિસ્તારમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

(8:06 PM IST)