News of Saturday, 9th May 2026
ડાકોરના ઠાકોર મોંઘા પૂજા-વિધિના દરમાં વધારો
તા.૧૧મી મે થી ભાવ વધારાનો અમલઃ વૈષ્ણવમાં ગણગણાટ

ડાકારે તા. ૯: સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ડાકોરના ઠાકોર(શ્રી રણછોડરાયજી ભગવાન)ના મંદિરની મનોરથ ટેમ્પલ કમિટીએ ચઢાવો અતિશય મોંઘો કરી દેતા લાખો ભક્ત અસમંજસમાં મુકાયા છે. દુનિયાના દાતાર એવા ડાકોરના ઠાકોર-શ્રીરણછોડરાયજી ભગવાનના મંદિરને કારમી મોથવારી નડી છે ? એવો યક્ષપશ્વ ભક્તોમાં ચર્ચાની એરણે ચઢ્યો છે.
વડોદરાથી અંદાજે ૬૨ કિલોમીટર દૂર ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ડાકોર તીર્થક્ષેત્રે ૮૭૦ વર્ષ કરતા વધુ જૂના શ્રીરણછોડરાયજી મંદિરમાં તા.૧૧મી મે ૨૦૨૬થી નવો ભાવ વધારો અમલમાં આવશે. એવું મનોરથ ટેમ્પલ કમિટીએ ઠરાવતા હવે રાજભોગ માટે રૂ.૭૫૦૦ ચૂકવવાના થશે. જ્યારે, ૩ કિલો થીના પ્રતિકિલો રૂ.૯૧૫ પ્રમાણે ચૂકવવાના રહેશે. જયારે, મંદિરમાં ધજા ચઢાવવાનો લાગો રૂ.૨૫૦૦, ૫જા ૮ ફૂટ કરતા લાંબી હોય તો રૂ.૫૦૦૦ અને બાવન ગજની ધજા માટે રૂ.૧૧,૦૦૦ લાગો વસુલવામાં આવશે. તદુપરાંત નિયત કરેલદર રૂ.૧૦ મુજબ પજા ચઢાવવાના અલગથી વસુલવામાં આવશે. શ્રીરણછોડરાયજી મહારાજ મંદિર ટ્રસ્ટ(ડાકોર ટેમ્પલ કમિટી)એ દરેક વૈષ્ણવોને તાકીદ કરી છે કે દર શુક્રવાર અને અગિયારસનો લાગો રૂ.૧૧,૦૦૦ લેવામાં આવશે. મનોરથ કુંજ સહિત તુલસી વિવાહ(કારતક સુદ-૧૧)ના દિવસે તેમજ રથયાત્રાની સવારી કુંજ મનોરથીની કુંજમાં શ્રી ગોપાલલાલજી મહારાજની બેઠક દરેક કુંજમાં એકજ વખત કરાવવામાં આવશે.
ટેમ્પલ કમિટીના નિર્ણય સામે સેવકોના વિરોધ
ડાકોરના આશીષભાઇ સેવકે જણાવ્યું હતું કે, ટેમ્પલ કમિટી દ્વારા મંદિરમાં ભગવાનના વિવિધ મનોરથોના લાગોમાં બે થી ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે આ લાગો વધારાનો નિર્ણય અયોગ્ય છે. કમિટિ દ્વારા પ્રાઇવેટ કંપનીની જેમ વધારો કરવામાં આવ્યો છે. જેનો મંદિરના સેવકો દ્વારા સખત વિરોધ છે. કમિટિ દ્વારા આ નિર્ણય રદ કરવામાં આવે તેવી માગ છે.
નાના ભકતો ભગવાનને લાડ નહીં લડાવી શકે
ડાકોરના ભગવાન રણછોડરાયના દર્શને આવતાં શ્રદ્ધાળુ, ભકતોમાં આ ભાવ વધારાને લઇને ભારે નારાજગી વ્યાપી ગઇ છે. એક વૈષ્ણવે જણાવ્યું હતું કે, ટેમ્પલ કમિટિ દ્વારા આટલો મોટો વધારો સામાન્ય માણસની પહોંચ બહાર છે. કમિટિએ આર્થિક પાસાં કરતાં ભકતોની સંવેદનાને વધુ પ્રાધાન્ય આપવું જોઇએ .નાનો ભક્ત બાવન ગજની ધજા ચડાવવાનું સ્વપ્ન હવે કદાચ નહીં જોઇએ શકે આ વધારાને લઇને નાનો વૈષ્ણવ ભક્ત ભગવાનને મનોરથ કરીને લાડ લડાવી શકશે નહીં. કમિટિ દ્વારા લાગો વધારામાં ઘટાડો અને દરેક વૈષ્ણવને પોષાય તેવી રીતે કરવો જોઇએ. ઠાકોરજીના દરબારમાં નાણાં ક્યાં કમી છે. કમિટિએ આ લાગોનો વધારો કરવાની જરૂરજ નથી. અગાઉ જે ભાવ હતો તે રાખવામાં આવે તેવી માગ છે.

(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
