તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
રાજપીપલા નગરપાલીકામાં 15 વર્ષથી ફરજ બજાવતા રોજમદારોને છુટા કરાયા: પ્રમુખને આવેદનપત્ર આપી પરત લેવા રજુઆત કરી .

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપલા નગરપાલિકામાં છેલ્લા 15 વર્ષથી રોજમદાર તરીકે ફરજ બજાવતા પટાવાળાઓને મુખ્ય અધિકારીએ મૌખિક સૂચના આપી છુટા કરી દેતા રોજમદારોએ નોકરીમાં પરત લેવા પ્રમુખ ને આવેદનપત્ર પાઠવ્યું છે .
પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપલા નગરપાલિકાના વિવિધ વોર્ડ માં ઘરવેરા નોટિસ બજવણી ની કામગીરી કરતા અને છેલ્લા 11 વર્ષથી તો કોઈક 15 વર્ષ થી ફરજ બજાવતા રોજમદાર કર્મચારીઓને ઇનચાર્જ. ચીફ ઓફિસરે મૌખિક હુકમથી છુટા કરી દેતા કાતિલ મોંઘવારીમાં આ રોજમદારો મુશ્કેલીમાં મુકાયા છે આ રોજમદારો નું pf પણ કપાતું હતું ત્યારે રોજમદારો એ પ્રમુખ ને આવેદનપત્ર પાઠવી નોકરી માં પરત લેવા રજુઆત કરી છે .ત્યારે પાલિકા પ્રમુખ તેમની સત્તા વાપરી રોજમદારોને નોકરી માં પરત લે છે કે ચીફઓફીસરના નિર્ણયને બહાલી આપે છે તે જોવું રહ્યું .
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
