News of Monday, 20th April 2026
કરોડોના ફ્રોડ દ્વારા લોકોને હચમચાવતા સાયબર માફિયાઓને હચમચાવતી સાયબર સર્જીકલ સ્ટ્રાઇકની ભીતરી કથા...
ભાવનગરની સહકારી બેંકની સિસ્ટમ હેક કરનાર ગેંગ સાથે વડોદરાનું કરોડોનું સાયબર ફ્રોડ ગેંગ ઝડપવા મુખ્ય પોલીસ વડા ડો. કે. એલ એન.રાવ અને IG બિપીન આહિરના માર્ગદર્શનમાં એસપી રાજદીપસિંહ ઝાલાના નેતળત્વ હેઠળની આખી ટીમ અને તમામ સ્ટાફની જહેમતની કાબિલેદાદ કામગીરી અંગે જાણી પ્રોજેક્ટના સ્વપ્ન દ્રષ્ટા નાયબ મુખ્યમંત્રી પણ ડો. રાવની માફક ખુશીથી ઝુમી ઊઠ્યા... : પોલીસ ઇન્સ્પેક્ટર જી. બી.ડોડીયા, એચ વી દેસાઇ ટીમે ભાવનગર પ્રકરણમાં ૪ ને સકંજામાં લેતા જ ખેલ પૂર્ણઃ વાડીસરાના કરોડોના નેટવર્ક ખુલ્લું કરવામાં પણ એસપી રાજદીપસિંહ ઝાલાના નેતૃત્વમાં, એસપી સંજય કેશવાલ, એસપી વિવેક ભેડા PI એચ જે.પરમાર, PSI પી.કે ગોહિલ ટીમની આવી હતી કાબિલેદાદ કામગીરી...

રાજકોટ, તા.૨૦: ગુજરાત સહિત દેશભરમાં વધતા જતા સાયબર ફ્રોડ (whit colour) ક્રાઈમથી લોકો સાથે કરોડોની છેતરપિંડી અને ફ્રોડની રકમ સગે વગે કરવા માટે સામાન્ય અને ગુન્હાની ગંભીરતાથી વંચિત લોકોને લાલચ આપી તેમના નામના એકાઉન્ટ્સનો ઉપયોગ કરવાની મોડેસ ઓપરેન્ડી નો પર્દાફાશ કરવા લોકલ સાયબર વિભાગ અને યુનિટ સાથે નાયબ મુખ્ય મંત્રી દ્વારા પોલીસ વડા ડો કે. એલ એન.રાવ અને એસપી રાજદીપસિંહ ઝાલા વિગેરે સાથે ચર્ચા કરી CID ક્રાઇમના વડાના અને IG બિપીન આહિરેના માર્ગદર્શનમાં ૫૦ થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટરને તાલીમ બદ્ધ કરી આ માટે વિશેષ અધિકારો સાથેનું નોટીફિકેશન સાથે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સી વિભાગ કાર્યરત થતા જ સાયબર માફિયાઓની દુનિયામાં તહેલકો મચી ગયો છે, ભાવનગર સહકારી બેંકની સિસ્ટમ હેક કરવા સાથે વડોદરાનો કરોડોનો ફ્રોડ રાજ્યના મુખ્ય પોલીસવડા ડો.કે. એલ એન રાવના સીધા માર્ગદર્શન હેઠળ , IG બિપીન આહિરેના સૂચન મુજબ એસપી રાજદીપ સિંહ ઝાલા અને ટીમે કેવી રીતે ઓપરેશન પાર પાડ્યા તેની અદભુત કથા અત્રે પ્રસ્તુત છે.
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગર, ગુજરાત ખાતે ગુ.ર.નં. ૧૧૨૦૧૦૧૮૨૬૦૦૨૨/૨૦૨૬ મુજબના ગુના ના કામે ધી-ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંક લી. ની સિસ્ટમ હેકિંગ કેસમા સાયબર ફ્રોડના નાંણા સગે-વગે કરવા સારૂ બેંક ખાતાઓ પ્રોવાઇડ કરાવી આ બેંક એકાઉન્ટોમાં રૂપીયા ટ્રાન્સફર કરી છેતરપીંડી કરી રૂપીયા પડાવી લીધેલ હોવાની હકિકત જણાઇ આવતા આરોપીઓના મોબાઇલ ફોન તપાસતા તેની પાસેથી ૪૨ વધુ બેંક એકાઉન્ટની વીગતો મળી
આવેલ જેને સાયબરક્રાઇમ પોર્ટલ પર ચેક કરતા સમગ્ર દેશમાં ૧૫ થી વધુ સાયબર ક્રાઇમના ગુના આચરી જેમાં અંદાજે રૂ. ૪ કરોડની સાયબર ઠગાઇ આરોપીઓ દ્વારા આચરેલ છે. જેમાં (૧)આંધ્રપ્રદેશ-૧(૨)ગુજરાત-૨(૩)હરિયાણા-૨, (૪)કર્ણાટક-૫ (૫)મહારાષ્ટ્ર-૧ (૬) તામિલનાડુ-૧ (૭)ઉત્તરપ્રદેશ-૨ (૮) પંજાબ-૧ સાયબર ફ્રોડના ગુન્હાઓ નોંધાયેલ છે
પકડાયેલ આરોપીઓના નામ અને સરનામાઃ-
* ૧. અદનાન ઉસ્માનભાઈ શેખ (ઉ.વ. ૨૪): રહે. ફતેવાડી, સરખેજ રોડ, અમદાવાદ.
* ૨. રૂબિના અબ્દુલકાદર શેખ (ઉ.વ. ૩૧): રહે. ગુપ્તાનગર, વાસણા, અમદાવાદ.
* ૩. સુશિલકુમાર વિનોદકુમાર મેઘવાલ (ઉ.વ. ૩૨): રહે. રખીયાલ, અમદાવાદ
* ૪. કિશોર પ્રભાકર પરદેશી, ઉ.વ. ૪૩ ધંધો-હોમગાર્ડ મુંબઈ (રહે. રૂમ નં-૧૬, શાંતીનગર રામમનોહર દુબેની ચાલી, જવાહરલાલ નેહરુ રોડ, મુકુંદ વેસ્ટ, મુંબઇ)
મોડસ ઓપરેન્ડીઃ
ધી-ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંક લી.ના CBS (Core Banking Service) સોફ્ટવેરમાં Vulnerability હતી. આ Vulnerability થી ભારતની ૧૪ થી ૧૫ બેંકો હેક થયેલી. જે પૈકી એક ધી-ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંક લી. હતી. આરોપીઓએ આ બેંકના જુના ૦૪ ખાતા પસંદ કર્યા અને તેમા આ ખાતાધારકોના રજીસ્ટર્ડ ફોન નંબર બદલીને પોતાના નંબર એક્ટિવ કરી નાખેલ અને સોફ્ટવેરમા કુલ ૭.૩૪ કરોડ જેટલી રકમ ઉપરોક્ત ૦૪ ખાતામાં વર્ચ્યુલી જનરેટ કરી તે રકમ પોતાના અલગ અલગ ૧૩૫ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી સગેવગે કરી લીધેલ છે.
આરોપીઓ દ્વારા લાલચુ લોકોના બેંક એકાઉન્ટ ભાડે મેળવી, આર્થિક પ્રલોભનો આપી તેનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં હેરફેર માટે કરવામાં આવતો હતો.
ટોટલ ફ્રોડ રકમઃ ૭,૩૪,૯૧,૬૮૨/-
આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓએ પુર્વ આયોજીત ગુન્હાહિત કાવતરૂ રચી આર્થિક લાભ મેળવવા સારૂ પોતાનો એકસમાન ઇરાદો પાર પાડવા માટે પોતાના તેમજ અન્ય બીજાના નામે બેંક ખાતાઓ ખોલી/ખોલાવડાવી સાયબર ક્રાઇમ તથા ગેમીંગના રૂપીયા સગેવગે કરવા સારૂ બેંક ખાતાઓની વિગતો પુરી પાડી આર્થિક લાભ મેળવી એક બીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય જેઓએ અલગ અલગ બેંક ખાતા ધારકોના નામે બેંક ખાતાઓ ખોલાવડાવી એકાઉન્ટ ધારકો પાસેથી બેંક એકાઉન્ટ કીટો તથા સીમકાર્ડ મેળવી બેંક તથા એટીએમ મા જાતે જઇ ચેક તથા ડેબિટ કાર્ડ મારફતે રૂપિયા ઉપાડી લઇ સાયબર ક્રાઈમના ગુન્હા આચરતા તેમના મળતીયાઓને બેંક એકાઉન્ટ તથા સીમકાર્ડ પુરા પાડી સાયબર ફોડના રૂપિયા સગેવગે કરી એક-બીજાની મદદગારી કરી પકડાઇ જઇ ગુન્હો આચરેલ છે.
આરોપીઓ પાસેથી મળી આવેલ બેંક એકાઉન્ટની વિગતો ચેક કરતા અંદાજે રૂ.૨૧૦ કરોડથી વધુની સાયબર ઠગાઇની અરજીઓ થયેલ હોવાનું જણાઇ આવેલ છે તેમજ ૧૯૩૦ પોર્ટલ પર સમગ્ર દેશમાં ૨૭૩ સાયબર ફ્રોડના ગુન્હાઓ નોંધાયેલ છે
બરોડા ખાતેથી પકડી પાડેલ આરોપીઓની વિગતોઃ-
(૧) અબ્દુલ કબીર મહોમ્મદ ઇલ્યાસ પઠાણ
ભુમિકાઃ મલ્ટિપલ બેંક ખાતા ખોલાવી ફોડના રૂપિયા ઉપાડી અન્યને આપતો
૨) વિવેક નરેશભાઈ વણઝારા
ભૂમિકાઃ પોતાના તથા મિત્રો સાથે ખાતા ખોલાવી રૂપિયા ઉપાડી કમિશન મેળવનાર
૩)મયંક પ્યારેલાલ બૈરવા
ભૂમિકાઃ બેંક ખાતા ઓપરેશનમાં સહયોગી
૪)રોહિત રામજનમ વર્મા
ભુમિકાઃ બેંક ખાતા મારફતે રૂપિયા ઉપાડી કમિશન મેળવનાર
૫)મોહિત લક્ષ્મણ રાવલ
ભૂમિકાઃ મોબાઈલ શોપ મારફતે નેટવર્ક સાથે જોડાણ
૬)દિપેશ બાબુસિંહ રાજપુરોહિત ઉર્ફે મોન્ટુ
ભુમિકાઃ મુખ્ય સંચાલક, ૪૦ જેટલા ખાતા નેટવક નો હેંડલર
ઉપરોક્ત આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદામાલની વિગતોઃ-
*મોબાઇલ ફોન નંગ-૧૧
*અલગ અલગ બેંક ખાતાની ચેકબુક નંગ -૧૨
*પાસબુક નંગ-૦૫
*ડેબિટ કાર્ડ-૩૯
*એક ડેલ કંપની નુ લેપટોપ
*અલગ અલગ બેંકના પેમેન્ટ માટેના કયુ આર કોડ-૧૦
મોડસ ઓપરેન્ડીઃ-
આ કામના આરોપીઓએ એક સંપ થઇ પોતાના તથા અન્ય બીજાના નામે બેંક ખાતાઓ ખોલી/ખોલાવડાવી સાયબર કાઇમ તથા ગેમીંગના રૂપીયા સગેવગે કરવા સારૂ મ્યુલ બેંક ખાતાઓની વિગતો પુરી પાડી આર્થિક લાભ મેળવી લઇ સાયબર ક્રાઈમના ગુન્હા આચરતા તેમના મળતીયાઓને બેંક એકાઉન્ટ તથા સીમકાર્ડ પુરા પાડી બેંક તથા એટીએમ મા જાતે જઈ ચેક તથા ડેબિટ કાર્ડ મારફતે રૂપિયા ઉપાડી સાયબર ફોડના રૂપિયા સગેવગે કરેલ હોય જેમા બેંક ખાતાઓ વિરુદ્ધ નીચે મુજબની મોડસ ઓપરેન્ડીથી સાયબર ફોડ થયેલ હોવાનુ જણાઇ આવેલ છે.
Digital Arrest
Investment Fraud.
UPI-related Fraud
Deposit Fraud
Loan Fraud
Part-time Job Fraud
Gaming Fraud
- કુલ સાયબર ક્રાઇમ ફ્રોડ રકમઃ ૨૧૦,૭૦,૫૨,૨૪૭/
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
