તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
૭ દિવસમાં ૩૦૦ કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશઃ બેંક મેનેજર સહિત ૮ ઝડપાયા
૬૨૨ કરોડના સાયબર ફ્રોડના ૧,૦૩૯ ગુના ઉકેલી ૪૦ આરોપી ઝડપાયા : રાજ્યભરમાં બહુવિધ ઓપરેશનઃ બનાવટી ઈનવોઈસથી ફ્રોડની કડી બહાર આવી

અમદાવાદ,તા.૨૩: સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (CCOE)ની ટીમે ક્કઓપરેશન મ્યુલ હન્ટક હેઠળ છેલ્લા એક મહિનામાં ૯૨૨ કરોડના ૧૦૩૯ સાયબર ફોડ કેસ ઉકેલી ૪૦ આરોપીની ધરપકડ કરી હોવાનું રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું છે.
પોલીસ મુજબ આ અભિયાન દરમિયાન માત્ર ૭ દિવસમાં જ ૩૦૦ કરોડ રૂપિયાના સાયબર ફોડના કેસ ઉકેલી બેંક મેનેજર સહિત ૮ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં મેનેજર કમિશન લઈને આરોપીઓને મોટી રકમ ઉપાડવાની વ્યવસ્થા કરી આપતો હોવાની માહિતી સામે આવી છે.
ઉંઝા, ભાવનગર, રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં કામગીરી હાથ ધરી પોલીસએ અલગ-અલગ ગેંગના સભ્યોને ઝડપી પાડયા છે. ભાવનગર અને સુરતમાંથી ઝડપાયેલા મુકેશ મેર (ઉ.૨૩) અને ફરદિનખાન પઠાણ (ઉં.૨૨) પાસેથી જોડાયેલા ૧૮૧ કેસોમાં અંદાજે ૧૭૪.૬૩ કરોડના ફોડની કડી બહાર આવી છે. તેમની પાસેથી ૪ મોબાઈલ, એક લેપટોપ, ૮૯૮ બનાવટી ઈનવોઈસ તેમજ વિવિધ પેઢીઓના ૬પ આઈડી અને ૧૨૫ એકાઉન્ટની વિગતો જપ્ત કરાઈ છે.
ઉંઝામાં અક્ષય પટેલ અને દેવેન્દ્ર પટેલની ધરપકડ સાથે અંદાજે ૧૧૪ કરોડના ૧૨૫ કેસો ઉકેલાયા હોવાનું પોલીસે જણાવ્યું છે. રાજકોટમાં ચેતન અમલાણી, જતીન કક્કડ, કપિલ કોટક અને મહેન્દ્ર કોકિયાને ઝડપી પાડીને તેમની પાસેથી આશરે ૪૦ લાખ રોકડ અને ૬ મોબાઇલ ફોન જપ્ત કરાયા છે.
પોલીસ મુજબ ઝડપાયેલા આરોપીઓમાંનો એક સહકારી બેંકનો મેનેજર હોવાનું સામે આવ્યું છે.
આંગડિયામાં રૂપિયા જમા કરવા જતા આરોપી ઝડપાયો
સાયબર સેલ મુજબ બેંકમાંથી મોટી રકમ ઉપાડી આંગડિયામાં જમા કરવા જતા એક આરોપીને ૪૦ લાખ રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પૂછપરછમાં બેંક મેનેજરની સંડોવણી અંગે માહિતી મળતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસ મુજબ મેનેજર આરોપીઓને લાખો રૂપિયાની રકમ ઉપાડવાની સુવિધા પૂરી પાડતો અને તેના બદલામાં દર ૧ લાખ પર રૂ.૬૦૦થી ૭૦૦ સુધી કમિશન લેતો હોવાની વિગતો સામે આવી છે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
