<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

જુલાઇ મહિનામાં સાયબર ફ્રોડમાં ગયેલા રૂા. ૪૫.૪૮ લાખ પરત મેળવી સાયબર ક્રાઇમ પોલીસે અરજદારોને આપ્‍યા

તેરા તુજકો અર્પણ અંતર્ગત ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એસ. ડી. ફુલતરીયા, પીઆઇ બી. બી. જાડેજા, પીઆઇ એમ. ડી. ગઢવી અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૧: ગુજરાત સરકાર દ્વારા પ્રજાજનોનો સાયબર ફ્રોડમાં ગયેલો નાણાકીય મુદ્દામાલ સમયસર અને સરળતાથી પરત મળી રહે તે માટે ખાસ ‘તેરા તુજકો અર્પણ' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન દ્વારા ઉત્‍કળષ્ટ કામગીરી કરી જુલાઇ માસમાં લોકોએ ફ્રોડમાં ગુમાવેલા રૂા. ૪૫,૪૮,૪૨૦ની રોકડ તેમને પરત આપી છે.

સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર એસ. ડી. ફુલતરીયા, બી. બી. જાડેજા તથા એમ. ડી. ગઢવી અને તેમની ટીમ દ્વારા પોલીસ સ્‍ટેશને રજીસ્‍ટર્ડ થયેલા ગુનાઓ તથા નેશનલ સાયબર ક્રાઇમ રિર્પોટિંગ પોર્ટલની હેલ્‍પ લાઇન નં. ૧૯૩૦ પરથી આવેલી અરજીઓની ત્‍વરિત તપાસ કરવામાં આવી હતી. આ કાનુની કાર્યવાહી દ્વારા જુલાઈ-૨૦૨૬ દરમિયાન સાયબર ફ્રોડનો ભોગ બનેલા વિવિધ અરજદારો અને ફરિયાદીઓને કુલ રૂ. ૪૫,૪૮,૪૨૦ની રકમ સફળતાપુર્વક પરત અપાવવામાં આવી છે.

સાયબર ફ્રોડનો શિકાર થતાં બચવા માટે માર્ગદર્શિકા

સાયબર ક્રાઇમ પોલીસે ફ્રોડથી કઇ રીતે બચી શકાય તેની માહિતી સાથે પ્રજાજોગ સંદેશો-માર્ગદર્શિકા આપી છે. હાલના સમયમાં સાયબર ઠગો દ્વારા લોકોની લાલચ, ડર કે ટેકનોલોજીના અભાવનો લાભ ઉઠાવીને વિવિધ રીતે છેતરપિંડી કરવામાં આવે છે, જેમ કે-ખોટા ક્રેડિટ ટ્રાન્‍ઝેક્‍શનના મેસેજ મોકલીને, ટેલિગ્રામ પર ટાસ્‍ક આપીને કે ઇન્‍સ્‍ટાગ્રામ/ફેસબુક પર શેરબજારના નામે નકલી એપ ડાઉનલોડ કરાવીને, સોશિયલ મીડિયા પર લોનની જાહેરાતો તથા વ્‍હોટ્‍સએપ પર સરકારી અધિકારી બનીને ડિજિટલ એરેસ્‍ટનો ડર બતાવીને પણ ઠગાઇ થાય છે.

આવા બનાવો રોકવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન દ્વારા લોકજાગળતિ સેમિનારો પણ યોજવામાં આવે છે. પોલીસે નાગરિકોને નીચે મુજબની તકેદારી રાખવા સુચન કર્યુ છે. કોઈપણ અજાણી લિંક પર ક્‍લિક ન કરવું અને અનધિકળત એપીકે- એપ્‍લિકેશન ડાઉનલોડ ન કરવી.ગૂગલ પરથી કસ્‍ટમર કેર નંબર શોધતી વખતે માત્ર ઓથેન્‍ટિકેટ (અધિકળત) વેબસાઇટનો જ ઉપયોગ કરવો. સોશિયલ મીડિયા એકાઉન્‍ટ્‍સ પર ટુ-ફેક્‍ટર ઓથેન્‍ટિકેશન (૨-એફએ) ચાલુ રાખવું. એમઆધાર એપ દ્વારા આધાર કાર્ડ બાયોમેટ્રિક લોક રાખવું. ગૂગલ પ્‍લે સ્‍ટોરમાં પ્‍લે પ્રોટેક્‍ટ હંમેશા ઓન રાખવું.

મોબાઇલ સુરક્ષા માટે એક-કવચ-૨  એપ્‍લિકેશન ડાઉનલોડ કરવી. કેવાયસી, સીમકાર્ડ કે અન્‍ય ફ્રોડ મેસેજ-કોલ્‍સની જાણ સંચાર સાથી  પોર્ટલ/એપ પર કરવી. વર્ક ફ્રોમ હોમ કે ઓનલાઇન ઇન્‍સ્‍ટન્‍ટ લોનની જાહેરાતોથી દૂર રહેવું. જો તમે અથવા તમારી ઓળખમાં કોઈ વ્‍યક્‍તિ ઓનલાઇન સાયબર ફ્રોડનો ભોગ બનો તો તુરંત જ સાયબર હેલ્‍પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એસ. ડી. ફુલતરીયા, પીઆઇ બી. બી. જાડેજા, પીઆઇ એમ. ડી. ગઢવી અને ટીમોએ ફ્રોડની રકમ રીકવર કરવાની કામગીરી કરી હતી.

(2:37 PM IST)