<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં રેશનકાર્ડ પર ચાલુ મહિને તુવેરદાળ નહીં મળતા ગ્રાહકો નારાજ

તુવેરદાળના બદલે દેશી ચણા અપાયા, એ પણ ફક્ત 50 ટકા જ જથ્થો આવતા બાકી રહી ગયેલા ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે તકરાર: સરકાર રેશનકાર્ડ પર મફત અનાજ આપે છે પરંતુ તુવરદાળ જેવી મોંઘી વસ્તુ આપવામાં નિષ્ફળ, સસ્તા ચણા આપી ગ્રાહકો સાથે અન્યાય કરાય છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ચાલુ જુલાઇ મહિનામાં રેશનકાર્ડ ધરાવતા લોકોને તુવેરદાળના બદલે દેશી ચણાનું વિતરણ કરવામાં આવ્યું અને એ પણ 50 ટકા જ જથ્થો આવતા બાકીના ગ્રાહકો ચણા વિના વંચિત રહે છે.
   મળતી માહિતી મુજબ રાજ્ય સરકારે રેશનકાર્ડ ધરાવતા ગરીબ લોકો માટે મફત અનાજની જાહેરાત તો મોટા ઉપાડે કરી દીધી જેમાં ખાલી ઘઉં અને ચોખા જ મફત અપાઈ છે બાકી ખાંડ, ચણા કે તુવેરદાળ ના રૂપિયા આપવા પડે છે, જોકે ગરીબ પરિવારો માટે તુવેરદાળ બજારમાં મોંઘી હોવાથી રેશનકાર્ડ માં સસ્તી મળતા રાહત થાય છે પરંતુ તુવેરદાળ નિયમિત મળતી નથી તેના બદલે દેશી ચણા વેચાણ થાય છે પણ આ ચણા પણ ક્યારેક એકદમ કાળા અને ખરાબ મળતા ગ્રાહકોના પૈસા માથે પડે છે,
જોકે તુવેરદાળ નહીં આપી તેના બદલે ચણા નું વિતરણ થયું પરંતુ તેમાં પણ 50 ટકા ચણાનો જથ્થો મળતા વહેલો તે પહેલો ના ધોરણ દુકાનદારો એ વેચાણ કરવું પડ્યું પરંતુ પાછળથી આવેલા ગ્રાહકો ચણા વિના બાકી રહી જતા ગ્રાહકો સાથે દુકાનદારો ની તકરાર થાય છે, સરકાર ની મફત અનાજ ની જાહેરાત આવી સ્થિતિ માં ગરીબ વ્યક્તિઓ સાથે મજાક લાગી રહી છે. ઘઉં ચોખા ની વાત કરીએ તો તેમાં પણ ક્યારેક ખરાબ જથ્થો મળે છે, જેમાં ઘઉં માં કિલ્લા ની જીવાત જે સડેલા કચરા વાળા ઘઉં નું વેચાણ થાય છે, ચોખા માં પણ ઘણીવાર જીવાત અને કચરો નિકળતા ગ્રાહકો એ ન છુટકે આ અનાજ ખરીદવું પડે છે. 
પુરવઠા નું અનાજ લેબ. ટેસ્ટિંગ થઈ ને આવે છે તો આવું ખરાબ અનાજ લેબ. માં પાસ કેવી રીતે થાય છે. ? શું ટેસ્ટિંગ ના નામે ખાલી નાટક થાય છે..? સાથે સાથે અનાજ માં ઘટ આવતા દુકાનદારો ને ખોટ જાય છે તો સરકાર આ બાબત ને ગંભીરતા થી લે અને દુકાનદાર કે કાર્ડ ધારકો ના હિત માં કામગીરી કરે તેવી માંગ છે.

(12:45 AM IST)