<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

રાજપીપળાની એક દુકાનમાંથી લીધેલા પાપડ સડેલા, ફૂગ વાળા નિકળતા ગ્રાહકમાં રોષ જોવા મળ્યો

ગ્રામ્ય વિસ્તારના રાજપીપળા ખરીદી કરવા આવતા ગ્રાહકોને જૂનો બગડેલો માલ આપી દુકાનદારો ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે રમત રમે છે

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે તહેવારોમા કે આમ દિવસે ખરીદી કરવા ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે પરંતુ ક્યારેક કેટલાક વેપારીઓ ગામડાના ગ્રાહકોને જૂનો જથ્થો પધરાવી દેતા હોવાનું જાણવા મળે છે અને આવોજ એક કિસ્સો ગઈકાલે બન્યો જેમાં એક દુકાનેથી ખરીદેલા પાપડ ઘરે જઈ ને જોયા તો ફૂગ વાળા નિકળ્યા.
જાણવા મળ્યા મુજબ નાંદોદ તાલુકાના જીતગઢ ગામમાં રહેતા વલવી રસિકભાઈ જગદીશભાઈએ ગઈકાલે, ગુરુવારે સરદાર ઘંટી નજીકની એક દુકાનમાંથી પાપડનું પેકેટ ખરીદ કર્યું અને પોતાના ઘરે જઈને આ પેકેટ ખીલ્યું તો અંદર બધા પાપડ સડેલા અને ફૂગ વાળા નિકળતા રસિકભાઈ ચોંકી ઉઠ્યા હતા.
રસિકભાઈના જણાવ્યા મુજબ ગઈકાલે પાપડનું નાનું પેકેટ હું લાવ્યો અને આજે સવારે તેને તળવા માટે તેલ મૂકી પેકેટ ખોલ્યું તો બધાજ પાપડ ફૂગ વાળા હતા, તો રાજપીપળા માં કેટલાક દુકાનદારો ગામડા ના ગ્રાહકો ને ઠોઠ સમજે છે..? આવી ખાધ્ય સામગ્રી દુકાનદારોએ વેચાણ કરવી ના જોઈએ. આતો ખબર પડી માટે પાપડ ના તળ્યા નહિતો મારા ઘર ના સભ્યો આવા પાપડ ખાઇ લેતે તો આરોગ્ય જરૂર બગડે.
ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રાજપીપળાની લગભગ બધી દુકાનો પર કડક ચેકીંગ હાથ ધરી ખાણી પીણીની વસ્તુઓના વેચાણ બાબતે તપાસ હાથ ધરવી જરૂરી છે

(10:20 PM IST)