<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

દાંતીવાડા ડેમમાં હાલ માત્ર 25 ટકા જેટલું પાણી : મુક્તેશ્વર ડેમમાં 43% પાણીનો જથ્થો

જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ખેડૂતોને માત્ર હાલની સિઝનમાં જ નહીં પરંતુ આગામી રવિ અને ઉનાળાની સિઝનમાં પણ સિંચાઈના પાણીની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે

ગુજરાત અને રાજસ્થાન માં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ચોમાસાની સિઝનનો અડધાથી વધુ સમય પસાર થઈ ગયો છે પરંતુ જિલ્લાના જીવાદોરી સમાન ડેમોમાં જોઈએ તેટલું પાણી આવ્યું નથી. દાંતીવાડા ડેમમાં હાલ માત્ર 25 ટકા જેટલું પાણી છે, જ્યારે મુક્તેશ્વર ડેમમાં 43% પાણીનો જથ્થો નહિવત જોવા મળી રહ્યો છે. સૌથી ગંભીર સ્થિતિ સીપુ ડેમની છે જ્યાં માત્ર 4% પાણી છે 2017 બાદ આજદિન સુધી ડેમ છલકાયો નથી અને હાલ પણ ડેમના તળિયા દેખાઈ રહ્યા છે. પાણીના અભાવે આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર પણ સતત નીચે જઈ રહ્યું છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ખેડૂતોને માત્ર હાલની સિઝનમાં જ નહીં પરંતુ આગામી રવિ અને ઉનાળાની સિઝનમાં પણ સિંચાઈના પાણીની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

(6:45 PM IST)