<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

મોડાસામાં ક્રૂઝર જીપે બે એક્ટિવા વાહનોને અડફટે લીધા :દેશી દારૂની પોટલીઓ અને નકલી નંબર પ્લેટ મળી: પોલીસ તપાસનો ધમધમાટ

જીપની ટક્કર વાગતા જ બંને એક્ટિવા જીપની નીચે આવી ગયા અને વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો: ગાડીના ચેસીસ નંબર અને એન્જિન નંબરના આધારે તેના મૂળ માલિકની શોધખોળ

મોડાસા :શહેરના વ્યસ્ત ગણાતા મેઘરજ રોડ પર રવિવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે રોડ પર સામાન્ય ટ્રાફિક વચ્ચે અચાનક એક લક્ઝરી ક્રૂઝર જીપ ગાડીના ચાલકે પોતાના વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને માર્ગ પર જઈ રહેલા નિર્દોષ વાહનચાલકોને અડફટે લીધા હતા

આસપાસના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જીપ ગાડીની સ્પીડ મર્યાદા કરતા ઘણી વધારે હતી. ગાડી રોડ પર ઝિગઝેગ ગતિએ દોડી રહી હતી, જેને જોતા જ આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરીને રોડની સાઈડમાં જતા બે એક્ટિવા સ્કૂટર્સને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી

આ ભયાનક અકસ્માત એટલો જોરદાર હતો કે જીપની ટક્કર વાગતા જ બંને એક્ટિવા જીપની નીચે આવી ગયા હતા અને વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જો કે, આ સમગ્ર ઘટનામાં એક મોટો ચમત્કાર જોવા મળ્યો છે. અકસ્માતનો ભોગ બનેલા બંને એક્ટિવા ચાલકોનો આબાદ બચાવ થયો છે.

સ્થાનિક રહીશોએ તુરંત જ એકત્રિત થઈને ઘાયલ ચાલકોને પ્રાથમિક સારવાર આપી હતી. સદનસીબે બંનેને માત્ર નાની-મોટી ઈજાઓ જ થઈ છે અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી. અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકો એકઠા થાય તે પહેલા જ તકનો લાભ લઈને ક્રૂઝર જીપ ગાડીનો ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને રફુચક્કર થઈ ગયો હતો (Aravalli Police Hit Run).

આ અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને સ્થાનિક નાગરિકોને વાહનની તપાસ કરતા કેટલીક ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. અકસ્માત સર્જનાર ક્રૂઝર જીપ ગાડીની નંબર પ્લેટ સંપૂર્ણપણે શંકાના દાયરામાં આવી ગઈ છે.

ગાડીની અસલી ઓળખ છુપાવવા માટે બુટલેગરો અથવા ગુનેગારો દ્વારા અજમાવવામાં આવતી મોડસ ઓપરેન્ડીનો અહી પર્દાફાશ થયો છે. ગાડીની પીળી ટેક્સી પાર્સિંગ નંબર પ્લેટ ઉપર એક લાંબી સફેદ પટ્ટી ચોંટાડવામાં આવી હતી અને તેની ઉપર એક અલગ જ નકલી નંબર લખેલો જોવા મળ્યો હતો. આ ચાલાકી એ વાતની સાબિતી આપે છે કે વાહનનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરવામાં આવી રહ્યો હતો, જેથી પોલીસના ઓટોમેટિક કેમેરા કે નાકાબંધીથી બચી શકાય.

નંબર પ્લેટની છેતરપિંડી ઉપરાંત, જ્યારે સ્થાનિક લોકો અને તપાસ ટીમે જીપ ગાડીની અંદર તપાસ કરી ત્યારે ગાડીના ગુપ્ત ખાનાઓ અને સીટની નીચેથી મોટા જથ્થામાં દેશી દારૂની પોટલીઓ મળી આવી હતીઆ દ્રશ્યો સામે આવતા જ સ્પષ્ટ થઈ ગયું છે કે આ ગાડી કોઈ સ્થાનિક બુટલેગરની છે, જે ગાંધીનગર અથવા સાબરકાંઠા સરહદ પરથી દારૂની હેરાફેરી કરી રહ્યો હતો.

"અમે અકસ્માતગ્રસ્ત ક્રૂઝર વાહનને કબજે લીધું છે. ગાડીના ચેસીસ નંબર અને એન્જિન નંબરના આધારે તેના મૂળ માલિકની શોધખોળ કરવામાં આવી રહી છે. પ્રોહિબિશન એક્ટ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધીને ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે."

(9:39 PM IST)