તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Friday, 17th July 2026
મહેસાણાના દઢીયાળ ગામમાં ક્રૂરતા :શ્વાન દ્વારા ચંપલ લઈ જવા જેવી સામાન્ય બાબતે કોઈ શખ્સે શ્વાનની બંને આંખો ફોડી નાખી
માનવતા વિરોધી ઘટનાથી ગ્રામજનો અને પશુપ્રેમીઓમાં ભારે રોષ :સોનલબેન ઠાકોરે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી :રોપી સામે કડક કાયદાકીય કાર્યવાહીની માંગ કરી

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના દઢીયાળ ગામેથ ક્રૂરતાની તમામ હદો વટાતી ઘટના સામે આવી છે, ચંપલ તાણી જતાં અજાણ્યા શખ્સે શ્વાનની બંને આંખ ફોડી નાખી છે. મૂંગા પશુ પર આવો અત્યાચાર ગુજરાતા સ્થાનિકોમાં ભારે રોષ ભભૂક્યો છે. આ ઘટનાએ માનવતાને નેવે મૂકી દીધી છે.
સ્થાનિક રહેવાસી સોનલબેન ઠાકોરે આ સમગ્ર મામલે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, મૂંગા પ્રાણી પર કરવામાં આવેલી આ ઘાતકી ક્રૂરતા કોઈ પણ સંજોગોમાં સહન કરી શકાય તેવી નથી. શ્વાન જેવી સંવેદનશીલ પ્રાણીની આંખો ફોડી નાખવી તે હિંસક માનસિકતાનું પ્રતીક છે. આ ઘટના સામે આવ્યા બાદ ગ્રામજનોમાં આરોપી પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને કડક કાર્યવાહીની માગ ઉઠી રહી છે.
આ ઘટનાની જાણ થતાં જ પશુપ્રેમીઓમાં પણ ઊંડી સંવેદના અને આક્રોશની લાગણી ફેલાઈ છે. સ્થાનિકોએ માગ કરી છે કે આરોપી સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હોવો જોઈએ, જેથી ભવિષ્યમાં આવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય.
સોનલબેન ઠાકોરે કહ્યું તેઓ આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવશે. નિર્દોષ પ્રાણીને શારીરિક વેદના આપનાર આરોપીને કાયદાના સકંજામાં લાવવા માટે ગ્રામજનોએ પણ માગ કરી છે.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
