હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 31st October 2026
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ હજુ ટળ્યું નથી : નવેમ્બર મહિનામાં પણ માવઠાની સ્થિતિ સર્જાઈ શકે
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા: કચ્છના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદ થઈ શકે: અંબાલાલ પટેલની આગાહી

અમદાવાદ :ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ હજુ ટળ્યું ન હોવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના જણાવ્યા અનુસાર નવેમ્બર મહિનામાં પણ માવઠાની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને 2 અને 3 નવેમ્બરની આસપાસ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
આ ઉપરાંત કચ્છના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદ થઈ શકે છે. નવેમ્બર મહિનાની શરૂઆતમાં જ વરસાદની સંભાવનાને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. માવઠું થાય તો ખેતરમાં ઊભા પાક અને લણણીની તૈયારી કરી રહેલા ખેડૂતોને નુકસાનની ભીતિ સતાવી શકે છે. જોકે, વરસાદની તીવ્રતા અને અસર કયા વિસ્તારોમાં કેટલી રહેશે તે અંગે આગામી હવામાન સ્થિતિ પર નજર રાખવી જરૂરી છે.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
