તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક માસના બાળકના અપહરણના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીને ઝડપ્યો
મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉત્તર પ્રદેશ સુધી તપાસ લંબાવી જ્યાં મુખ્ય આરોપી સાથે સંકળાયેલા એક આરોપીને રાઉન્ડ અપ કર્યો

અમદાવાદ : અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક માસના બાળકના અપહરણના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીને ઝડપી લીધો છે. મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉત્તર પ્રદેશ સુધી તપાસ લંબાવી છે, જ્યાં મુખ્ય આરોપી સાથે સંકળાયેલા એક આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે.
અગાઉ આ કેસમાં મહિલા આરોપી જીનલ સહિત બે કિશોરોને ઝડપી લેવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે માત્ર 14 કલાકમાં બાળકને હેમખેમ છોડાવી રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસની તપાસ મુજબ બાળકને ઉત્તર પ્રદેશના એજન્ટોને વેચવામાં આવે તે પહેલાં જ સમગ્ર મામલો ઝડપાઈ ગયો હતો. જોકે, કેસનો મુખ્ય આરોપી હજુ પોલીસની પકડથી દૂર છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
