તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
વરસાદ વચ્ચે ગુંજી ઊઠી ૩૮ નવજાત બાળકોની કિલકારીઓ
નર્મદા, વડોદરા અને આણંદ જિલ્લામાં ડયુ-ડેટવાળી સગર્ભા મહિલાઓને અગમચેતીરૂપે આરોગ્યકેન્દ્રોમાં ખસેડીને સફળતાપૂર્વક કરાવી પ્રસૂતિ ગુજરાતના આરોગ્ય વિભાગે આગોતરાં પગલાં ભરીને મમ્મી અને નવજાત બાળકોને કર્યાં સુરક્ષિત

વડોદરા,તા.૦૧: વરસાદી આફતની વચ્ચે ગુજરાતના વડોદરા, નર્મદા અને આણંદ જિલ્લામાં આરોગ્ય વિભાગે આવકારદાયક સદ્કાર્ય કર્યું છે. ભારે વરસાદની આગાહી હોવાની જાણ થતાં ગુજરાતના આરોગ્ય વિભાગે આગોતરાં પગલાં ભરીને ડ્યુ-ડેટવાળી સગર્ભા મહિલાઓને ઍમ્બ્યુલન્સ દ્વારા આરોગ્યકેન્દ્રોમાં ખસેડી હતી. ત્યાં તેમની પ્રસૂતિ કરાવતાં ૩૮ નવજાત બાળકોનો જન્મ થયો હતો. ગુજરાતમાં વરસાદ વચ્ચે ૩૮ નવજાત બાળકોની કિલકારીઓ ગુંજી ઊઠતાં આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો સહિતના સ્ટાફ તેમ જ મમ્મી અને તેમના પરિવારજનોમાં ખુશીની લહેરખી છવાઈ ગઈ હતી. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાંથી અને ડેસર, કરજણ, પાદરા, સાવલી, શિનોર, વાઘોડિયા તેમ જ વડોદરા તાલુકામાંથી ૭ દિવસમાં પ્રસૂતિ થવાની સંભાવના હોય એવી ૪૦૮ સગર્ભા મહિલાઓમાથી ૪૭ સગર્ભાઓને આરોગ્યકેન્દ્રમાં શિફટ કરવામાં આવી હતી. એમાંથી ૩૧ મહિલાઓની પ્રસૂતિ સફળતાપૂર્વક થઈ હતી અને ૩૧ બાળકોનો જન્મ થયો હતો. નર્મદા જિલ્લામાં ૧૫ દિવસ દરમ્યાન પ્રસૂતિની સંભાવના ધરાવતી ૧૪૨ સગર્ભા મહિલાઓની ઓળખ કરવામાં આવી હતી. એમાંથી જોખમગ્રસ્ત અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતી પંચાવન સગર્ભા મહિલાઓને સમયસર આરોગ્યકેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. આ મહિલાઓમાંથી ૭ સગર્ભા મહિલાઓને સુરિક્ષત પ્રસૂતિ થઈ હતી અને ૭ બાળકોનો જન્મ થયો હતો.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
