<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

અંકલેશ્વરની પાનોલીની RSPL ચોકડી પાસે કાર સાથે ધડાકાભેર અથડાતા ગાય અને વાછરડુંના મોત; ચાલકને ગંભીર ઈજા

-- ઘટનાને પગલે પાનોલી GIDC વિસ્તારમાં રખડતા પશુઓના ત્રાસને લઈને પણ સવાલો ઉઠ્યા

ભરૂચના અંકલેશ્વરની પાનોલી GIDCમાં રખડતા પશુના કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે. પાનોલીની RSPL ચોકડી પાસે ગાય અને વાછરડું રસ્તા પર આવી જતા કાર સાથે ધડાકાભેર અથડાયા હતા. અકસ્માતમાં ગાય અને વાછરડાનું મોત નીપજ્યું હતું, જ્યારે કારચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત કારચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પાનોલી GIDC વિસ્તારમાં રખડતા પશુઓના ત્રાસને લઈને પણ સવાલો ઉઠ્યા છે.

(11:37 AM IST)