<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

ગાંધીનગર ખાતે મહિલા- બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષા વકીલની સૌજન્ય મુલાકાત લેતા છત્તીસગઢના મંત્રી શ્રીમતી લક્ષ્મી રાજવાડેજી

ગુજરાતની મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓથી મંત્રી શ્રીમતી લક્ષ્મી રાજવાડેજી પ્રભાવિત

ગાંધીનગર :ગુજરાતની ચાર દિવસીય મુલાકાતે પધારેલા છત્તીસગઢના મહિલા બાળ વિકાસ તથા સમાજ કલ્યાણ મંત્રી શ્રીમતી લક્ષ્મી રાજવાડેજીએ આજે ગાંધીનગર ખાતે ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી  ડો. મનિષા વકીલનીની સૌજન્ય મુલાકાત લીધી હતી.આ અવસરે મંત્રી  ડૉ. મનિષા વકીલ દ્વારા સચિવાલય ખાતે મંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું.
  આ સૌજન્ય મુલાકાત દરમિયાન બંને રાજ્યોના મંત્રીઓ વચ્ચે મહિલા સશક્તિકરણ, બાળ વિકાસ તેમજ સમાજ કલ્યાણ ક્ષેત્રે થઈ રહેલા નવીન પ્રયાસો અને વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ગુજરાતની મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓથી મંત્રી શ્રીમતી લક્ષ્મી રાજવાડેજી પ્રભાવિત થયા હતા.
 આ ઉપરાંત, બંને રાજ્યોના પરસ્પર અનુભવો અને ભવિષ્યના આયોજનો અંગે વિચારોનું સકારાત્મક આદાન-પ્રદાન પણ થયું હતું. આ મુલાકાત દરમિયાન છત્તીસગઢના મહિલા અને બાળવિકાસ તેમજ સામાજીક ન્યાય અધિકારીતાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(9:02 PM IST)