<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓના કડી કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

સુનાવણી દરમિયાન એટીએસ દ્વારા આતંકીઓના વધુ 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી

ગુજરાત ATS દ્વારા મહેસાણાની કડી કોર્ટમાં પ્રતિબંધિત આતંકી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' ના ઝડપાયેલા 8 આતંકવાદીઓને રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન એટીએસ દ્વારા આતંકીઓના વધુ 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેની સામે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. દેશ વિરોધી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા આ આતંકીઓનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને તેમાં અન્ય કોણ સામેલ છે, તેની ઊંડાણપૂર્વક અને ઝીણવટભરી તપાસ કરવા માટે કોર્ટે પોલીસને આ રિમાન્ડ આપ્યા છે.

(8:46 PM IST)