News of Sunday, 28th June 2026
દિયોદરના લુદ્રા ગામે પ્રેમ લગ્ન કરનાર એક યુગલ પર હુમલો:યુવતીનું અપહરણ કર્યું :યુવકના ઘરે તોડફોડ
કોર્ટ મેરેજ કરનાર આ પ્રેમી યુગલ પર યુવતીના પિતા અને કાકા સહિત કુલ ૧૩ લોકોના ટોળાએ ઘાતક હુમલો કર્યો

દિયોદરના લુદ્રા ગામે પ્રેમ લગ્ન કરનાર એક યુગલ પર હુમલો અને યુવતીના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોર્ટ મેરેજ કરનાર આ પ્રેમી યુગલ પર યુવતીના પિતા અને કાકા સહિત કુલ ૧૩ લોકોના ટોળાએ ઘાતક હુમલો કર્યો હતો. લગ્નથી નારાજ થઈને આવેલા આ લોકોએ યુવકને માર મારીને યુવતીનું અપહરણ કરી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આરોપીઓ દ્વારા પ્રેમ લગ્નનો વિરોધ કરી યુવકના ઘરે તોડફોડ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર મામલે યુવકે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
