News of Wednesday, 17th June 2026
શેર બજારમાં રોકાણના નામે ઊંચો નફો આપવાની લાલચ આપીને દંપતીએ કૌટુંબિક મામા સાથે 10 કરોડની ઠગાઈ
અમદાવાદ અને ગાંધીનગરમાંથી લાલચની માયાજાળ બિછાવીને કરોડો રૂપિયાનું આર્થિક કૌભાંડ આચરનારી એક હાઈપ્રોફાઈલ 'બંટી-બબલી' ની જોડીને પોલીસે દબોચી લીધી

અમદાવાદ અને ગાંધીનગરમાંથી લાલચની માયાજાળ બિછાવીને કરોડો રૂપિયાનું આર્થિક કૌભાંડ આચરનારી એક હાઈપ્રોફાઈલ 'બંટી-બબલી' ની જોડીને પોલીસે દબોચી લીધી છે. શેર બજારમાં રોકાણના નામે ઊંચો નફો આપવાની લાલચ આપીને આ શાતિર દંપતીએ પોતાના જ કૌટુંબિક મામા કૌશલ નાયક સાથે ₹5.91 કરોડની છેતરપિંડી આચરી હતી.
એટલું જ નહીં, મામાનો વિશ્વાસ જીત્યા બાદ તેમના અન્ય સંબંધીઓ પાસેથી પણ ₹4.44 કરોડ પડાવી લીધા હતા. આમ, આ દંપતીએ કુલ ₹10 કરોડ 36 લાખથી વધુની રકમ મેળવીને વિરાટ ઠગાઈ આચરી હતી. આ અંગે આર્થિક ગુના નિવારણ શાખામાં ગુનો નોંધાતા જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી જવલીન નાયક અને તેની પત્ની બોસકી નાયક ની ધરપકડ કરી લીધી છે.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
