<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

ગુજરાત STમાં દેશની પ્રથમ વિસ્‍ટાડોમ AC બસ શરૂ

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી ખાતે ભારતની પ્રથમ વિસ્‍ટાડોમ એસી બસ શરૂ કરી : રણોત્‍સવમાં પણ દોડશે વિસ્‍ટાડોમ AC બસઃ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં આધુનિક પરિવહનની દિશામાં વધુ એક નવી પહેલ

અમદાવાદ તા.૩: ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં આધુનિક પરિવહનની દિશામાં વધુ એક નવી પહેલ કરવામાં આવી છે. હવે પ્રવાસીઓ ટ્રેનની જેમ બસમાં પણ પારદર્શક છતમાંથી કુદરતી નજારાઓનો આનંદ માણી શકશે. ગુજરાત રાજ્‍ય માર્ગ વાહનવ્‍યવહાર નિગમ (GSRTC) અને ગુજરાત ટુરિઝમના સહયોગથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે દેશની પ્રથમ વિસ્‍ટાડોમ ખ્‍ઘ્‍ બસ સેવા શરૂ કરવામાં આવી છે. ૨ નવેમ્‍બરથી શરૂ થયેલી આ વિશેષ બસ સેવામાં મુસાફરોને લક્‍ઝરી સુવિધાઓ સાથે કુદરતી સૌંદર્ય માણવાનો અનોખો અનુભવ મળશે. અંદાજે રૂા.૨.૧૯ કરોડની કિમત ધરાવતી આ બસમાં પારદર્શક સ્‍કાય-વ્‍યૂ છત, ૩૬૦ ડિગ્રી ફરી શકે તેવી સીટ્‍સ અને અનેક આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે.

અત્‍યાર સુધી વિસ્‍ટાડોમ કોચની સુવિધા મુખ્‍યત્‍વે રેલવે પ્રવાસમાં જોવા મળતી હતી. મોટી કાચની બારીઓ અને પારદર્શક છતને કારણે પ્રવાસીઓ મુસાફરી દરમિયાન આસપાસનાં પહાડો, હરિયાળી અને કુદરતી લ્લશ્‍યોનો નજીકથી આનંદ માણી શકે છે.

હવે આ જ પ્રકારનો અનુભવ ગુજરાતમાં રોડ ટ્રાન્‍સપોર્ટ દ્વારા ઉપલબ્‍ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે. સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી અને એકતાનગરની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે શરૂ કરાયેલી આ બસ સેવા પ્રવાસને વધુ યાદગાર બનાવશે.

આ બસની ખાસિયત એ છે કે મુસાફરોને AC કેબિનમાં આરામથી બેસીને પણ બહારના કુદરતી નજારાઓનો આનંદ માણવાની તક મળશે.

ગુજરાત રાજ્‍ય માર્ગ વાહનવ્‍યવહાર નિગમ અને ગુજરાત ટુરિઝમ દ્વારા આ પ્રોજેક્‍ટ હેઠળ કુલ ૫ વિસ્‍ટાડોમ બસો તૈયાર કરવામાં આવી છે. તેમાંથી પ્રથમ તબક્કામાં ૨ બસો મુસાફરો માટે કાર્યરત કરવામાં આવી છે.

આ બસ સેવા શરૂ થવાથી એકતાનગર ખાતે આવતા પ્રવાસીઓને પરિવહનનો એક નવો અને પ્રીમિયમ વિકલ્‍પ મળશે. પ્રવાસીઓ GSRTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા ટિકિટનું ઓનલાઇન બુકિગ કરી શકશે.

જોકે, બસના ચોક્કસ રૂટ, સમયપત્રક, ભાડું અને ટિકિટની ઉપલબ્‍ધતા અંગેની વિગતો બુકિગ પહેલાં સત્તાવાર માધ્‍યમો પરથી તપાસવી જરૂરી છે.

આ વિસ્‍ટાડોમ AC બસને માત્ર પરિવહનના સાધન તરીકે નહીં, પરંતુ પ્રવાસ દરમિયાન વિશેષ અનુભવ આપવા માટે તૈયાર કરવામાં આવી છે. તેની ડિઝાઇનથી લઈને બેઠક વ્‍યવસ્‍થા સુધી અનેક આધુનિક સુવિધાઓ સામેલ કરવામાં આવી છે.

પારદર્શક સ્‍કાય-વ્‍યૂ છતઃ બસની છતની વિશેષ રચનાને કારણે મુસાફરોને AC કેબિનમાં બેઠા-બેઠા આકાશ અને બહારના નજારા જોવાનો અનુભવ મળશે.

૨૩ પ્રીમિયમ સીટ્‍સઃ બસમાં ૨૩ રિવોલ્‍વિંગ અને એડજસ્‍ટ કરી શકાય તેવી રિક્‍લાઇનિગ સીટ્‍સ આપવામાં આવી છે.

૩૬૦ ડિગ્રી ફરી શકે તેવી સીટ્‍સઃ પ્રવાસીઓ પોતાની અનુકૂળતા પ્રમાણે સીટની દિશા બદલી શકશે.

એન્‍ટરટેઇનમેન્‍ટની સુવિધાઃ મુસાફરો માટે પ્રીમિયમ LED સ્‍માર્ટ ટીવીની વ્‍યવસ્‍થા છે.

ચા-કોફીની સુવિધાઃ બસમાં કોફી-ટી મેકિગ મશીન અને મિની ફ્રિજ આપવામાં આવ્‍યા છે.

મોબાઇલ ચાર્જિગ પોઇન્‍ટ્‍સઃ મુસાફરી દરમિયાન મોબાઇલ ચાર્જ કરવાની સુવિધા ઉપલબ્‍ધ છે.

આધુનિક સુરક્ષા વ્‍યવસ્‍થાઃ ફાયર ડિટેક્‍શન અને સપ્રેશન સિસ્‍ટમ, ઇમરજન્‍સી હેમર સાથેના ટફન ગ્‍લાસ અને ઘ્‍ઘ્‍વ્‍સ્‍ કેમેરા જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

એક બસની કિમત રૂા.૨.૧૯ કરોડ હોવાનું જણાવાયું છે. આ આધુનિક સુવિધાઓને કારણે વિસ્‍ટાડોમ બસ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં એક વિશિષ્ટ આકર્ષણ બની શકે છે.

બસની બોડી પર ગુજરાતનાં જાણીતાં પ્રવાસન સ્‍થળોનાં ગ્રાફિક્‍સ આ બસની બહારની ડિઝાઇન પણ ખાસ રીતે તૈયાર કરવામાં આવી છે. તેની બોડી પર ગુજરાતના વિવિધ પ્રવાસન અને સાંસ્‍કૃતિક વારસાને રજૂ કરતાં આકર્ષક ગ્રાફિક્‍સ દર્શાવવામાં આવ્‍યા છે.

તેમાં સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, અક્ષરધામ, સોમનાથ, દ્વારકા, ગીર, અડાલજની વાવ, ધોરડો, તરણેતર અને વિજય વિલાસ પેલેસ જેવા જાણીતા સ્‍થળોનો સમાવેશ થાય છે.

આ ડિઝાઇન દ્વારા ગુજરાતના ઐતિહાસિક વારસા, ધાર્મિક સ્‍થળો, કુદરતી સૌંદર્ય અને સાંસ્‍કૃતિક ઓળખને પ્રવાસીઓ સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે.

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી ખાતે શરૂ કરાયેલી આ સેવા આગામી સમયમાં વધુ વિસ્‍તરવાની છે. મળતી માહિતી મુજબ, GSRTC આગામી બે મહિનામાં વધુ ૩ વિસ્‍ટાડોમ AC બસો સેવામાં મૂકવાનું આયોજન ધરાવે છે.

આ બસો કચ્‍છના રણોત્‍સવ દરમિયાન પ્રવાસીઓ માટે ઉપલબ્‍ધ કરાવવાની યોજના છે. આથી સફેદ રણની મુલાકાતે આવતા પ્રવાસીઓને પણ લક્‍ઝરી બસમાં મુસાફરી કરવાનો નવો વિકલ્‍પ મળી શકે છે.

કચ્‍છના સફેદ રણનું વિશાળ લ્લશ્‍ય અને પ્રવાસન સ્‍થળોની સફર આ પ્રકારની બસમાં પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બની શકે છે.

ભવિષ્‍યમાં અન્‍ય હેરિટેજ રૂટ પર પણ સેવા શરૂ કરવાની યોજના ગુજરાતમાં પ્રવાસનને પ્રોત્‍સાહન આપવા માટે માત્ર જાણીતા સ્‍થળો જ નહીં, પરંતુ ઐતિહાસિક અને સાંસ્‍કૃતિક વારસાને જોડતા માર્ગો પર પણ આવી સુવિધાઓ શરૂ કરવાની સંભાવના છે.

આગામી તબક્કામાં રાજ્‍યના અન્‍ય હેરિટેજ રૂટ પર વિસ્‍ટાડોમ બસ સેવા શરૂ કરવાની યોજના છે. જો આ પહેલ સફળ રહે, તો ગુજરાતમાં પ્રવાસીઓ માટે માર્ગ પરિવહનનો અનુભવ વધુ આધુનિક અને આકર્ષક બની શકે છે.

ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને મળશે નવી ઓળખ? વિસ્‍ટાડોમ AC બસ સેવા ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં એક નવીન પહેલ છે. તેમાં લક્‍ઝરી સુવિધાઓ, આધુનિક સુરક્ષા વ્‍યવસ્‍થા અને કુદરતી નજારાઓનો અનુભવ એકસાથે આપવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે.

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીથી શરૂ થયેલી આ સેવા ભવિષ્‍યમાં કચ્‍છના રણોત્‍સવ અને અન્‍ય પ્રવાસન માર્ગો સુધી વિસ્‍તરે તો રાજ્‍યના પ્રવાસનને નવી દિશા મળી શકે છે.

હવે પ્રવાસીઓ માટે મુસાફરી માત્ર એક સ્‍થળેથી બીજા સ્‍થળે પહોંચવાનું સાધન નહીં રહે, પરંતુ પ્રવાસનો જ એક યાદગાર હિસ્‍સો બનવાની સંભાવના છે.

 

(9:58 AM IST)