તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
શાળાઓમાં કાઉન્સેલિંગ હવે ફરજિયાતઃ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નિર્ણય
ગુજરાત સરકારે શાળાઓ માટે લીધો ઐતિહાસિક નિર્ણયઃ હવે માનસિક તણાવથી મળશે મુક્તિ

અમદાવાદ તા.૮: ગુજરાતના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય નિર્ણય લીધો છે. રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હવે વિદ્યાર્થીઓને તણાવમુક્ત વાતાવરણ પૂરું પાડવા અને માનસિક કલ્યાણ સુનિヘતિ કરવા માટે કાઉન્સેલિગ પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવી છે. શિક્ષણ વિભાગના તાજેતરના આદેશ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪માં નવો વિનિયમ ૧૬(અ) ઉમેરવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાના આધારે રાજ્યમાં ધોરણ ૯થી ૧૨ સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં વેલનેસ ટીમની રચના કરવામાં આવશે. આ ટીમમાં વિદ્યાર્થીઓને માનસિક રીતે મજબૂત બનાવવામાં મદદ કરવા માટે મનો મિત્રની પણ નિયુક્તિ કરાશે. આ સાથે જ જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦૦ કરતાં વધુ છે, ત્યાં તાલીમબદ્ધ કાઉન્સિલર અથવા સાયકોલોજિસ્ટની નિયુક્તિ કરવી હવેથી અનિવાર્ય રહેશે.
શિક્ષણ વિભાગે એક મહત્વનો આદેશ આપતાં સ્પષ્ટ કર્યું છે કે શાળાઓ હવેથી વિદ્યાર્થીઓનાં પરિણામ કે ગુણના આધારે વર્ગોનું વિભાજન (Section distribution) કરી શકશે નહીં. ગુણના આધારે હોશિયાર કે નબળા વિદ્યાર્થીઓનું અલગ વિભાજન કરનારી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે. આ પગલાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ વચ્ચે હીનભાવના કે માનસિક દબાણ અટકાવવાનો છે.
આ નિર્ણય કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય અને NCERTના સહયોગથી તૈયાર કરાયેલી UMMEED (Understand, Motivate, Manage, Empathize, Empower, Develop) માર્ગદર્શિકાને આધારે લેવાયો છે. આ નિયમો હેઠળ ગંભીર માનસિક તણાવ કે આત્મહત્યા જેવા નકારાત્મક વિચારો ધરાવતા વિદ્યાર્થીઓને વહેલી તકે ઓળખીને તેમને યોગ્ય માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવશે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
