<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

ગોલતલાવડી સીમમાં આવેલી વડીલોપાર્જીત ખેતીની જમીનમા કરેલ કપાસનું વાવેતર ઉખાડી નાંખી મારનાર ચાર વિરુદ્ધ ફરિયાદ

આરોપીઓ પોતાના હિસ્સે જમીન ફરીયાદીએ ઓછી આપેલ છે તેવી શંકા રાખી કપાસનુ વાવેતર કરેલુ હોય જે કપાસના છોડ આરોપીઓએ ઉખાડી નાખી નુકશાન કર્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગોલતલાવડી ગામની સીમમાં આવેલી વડીલોપાર્જીત ખેતીની જમીન માટે કપાસનું વાવેતર ઉખાડી માર મારનાર ચાર વિરુદ્ધ ફરિયાદ થતાં ગુનો દાખલ થયો છે.

  દિલીપભાઈ કાંતિભાઈ બારીયા (રહે.ગોલતલાવડી, તા. તિલકવાડા, જી. નર્મદા )નાઓએ આપેલી ફરિયાદ મુજબ આરોપીઓ પૈકી નંબર-૧ જેન્તિભાઈ સોમાભાઈ બારીયા ફરિયાદીના કાકા તથા નંબર-૨ તુષારભાઈ જેન્તિભાઈ બારીયા કાકાનો દિકરો નંબર-૩ અરૂણાબેન જેન્તિભાઈ બારીયા કાકી તથા નંબર-૪ સીમાબેન તુષારભાઈ બારીયા ભાભી થાય છે અને તેઓની વડીલોપાર્જીત ખેતીની જમીન જે ગોલાતલાવડી સીમમા આવેલ હોય જેમા ત્રણ હિસ્સો પડતા આરોપીઓ પોતાના હિસ્સે જમીન ફરીયાદીએ ઓછી આપેલ છે તેવી શંકા રાખી ફરીયાદીએ તેના હિસ્સે આવેલી જમીન જયેશભાઇ પ્રવિણભાઇ બારીયાને ભાગમાં આપેલી હોય જેમા કપાસનુ વાવેતર કરેલુ હોય જે કપાસના છોડ આરોપીઓએ ઉખાડી નાખી નુકશાન કરતા ફરીયાદી તેની માતા સાથે જોવા માટે આવેલ અને તેમના બીજા ખેતરે કપાસને આરોપીઓએ નુકશાન તો કરેલ નથી ને? તે જોવા માટે જતા ફરીયાદીના ખેતરના એકજ શેઢાને અડીને આરોપીઓનુ ખેતર આવેલ હોય તેમા કામ કરતા હોય અને ફરીયાદ તેમની માતાને પાળીયો ક્યાં છે તેવુ પુછતા આરોપીઓ ઉભો રે તને પાળીયો બતાવીએ તેમ જણાવી ઉશ્કેરાઇ જઇ આરોપી નંબર-3 દ્વારા દાતરડુ ફરીયાદીના ઉપલા હોઠના ભાગે ઉઝરડો કરી ઇજા કરી આરોપી નંબર-૧,૨ દ્વારા પાઇપથી પગ તેમજ બરડાના ભાગે મારી ગેબી ઇજા કરી આરોપી નંબર-૪ દ્વારા કોદાળીની મુંદર જમણા હાથના અંગુઠા પર મારી ગેબી ઇજા કરતા ફરીયાદીને તેની માતા વધુ માર માથી છોડાવી ખેતરમાંથી રોડ પર લાવતા ઝઘડા સમયે ચાવી ખેતરમા પડી જતા ફરીયાદી ચાવી શોધવા માટે જતા આરોપી નંબર-ર દ્વારા લોખંડની પાઇપ માથામાં મારી ઇજા કરી ગુન્હો કરવામાં એકબીજાએ મદદગારી કરતા તિલકવાડા પોલીસે ચાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:36 PM IST)