<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

વરસાદે વિરામ લેતા કરજણ ડાબાં અને જમણાં કાંઠા નહેરમાં પાણી છોડવા સહકારી આગેવાન ઘનશ્યામ પટેલે કરી રજૂઆત

કપાસ, તુવેર, બાજરી, જુવાર, કેળ, શેરડી વિગેરે પાકોને વરસાદ ન પડવાના કારણે નુકશાન થાય છે.

(ભરત શાહ દ્વારા ) નર્મદા:આ વર્ષે ચોમાસુ નબળું હોય પહેલા રાઉન્ડ બાદ છેલ્લા 20 દિવસથી નર્મદા જિલ્લામાં વરસાદ નથી માટે વરસાદે વિરામ લેતા ખેડૂતોનો ઊભો પાક પાણી વગર સુકાઈ રહેતો હોય ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોની માંગને ધ્યાને લઈને સહકારી આગેવાન અને નર્મદા સુગર તથા દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે કરજણ સિંચાઈ વિભાગમાં રજૂઆત કરી અંકલેશ્વર કાર્યપાલક ઇજનેરને પત્ર લખી જમણા ડાબા બંને કાંઠાઓમાં પાણીની જરૂર ખેડૂતોને હોય પાણી છોડવા રજૂઆત કરી ટેલિફોનીક પણ વાત કરતા બે દિવસમાં પાણી છોડવાની અધિકારીઓએ ખાતરી આપી છે.
  આ બાબતે રજૂઆત કરનાર ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે કરજણ ડાબાં અને જમણાં કાંઠા નહેર રીપેરીંગ કરવા માટે ત્રણ માસ માટે બંધ રાખવાના છે. પણ હાલમાં ખેડૂતોના ચોમાસું પાક જેવા કે કપાસ, તુવેર, બાજરી, જુવાર, કેળ, શેરડી વિગેરે પાકોને વરસાદ ન પડવાના કારણે નુકશાન થાય છે. જેથી હાલમાં નહેરનું રીપેરીંગ કામ ચાલુ ન થયેલ હોય માટે તાત્કાલીક એક પાણી કરજણ ડાબાં અને જમણાં કાંઠા નહેરમાં છોડી આપે તો ખેડૂતોના પાકો બચી શકે માટે તાત્કાલીક પાણી છોડવાની વ્યવસ્થા કરી આપવા ભલામણ કરી છે

(10:28 PM IST)