News of Tuesday, 24th November 2026
નવસારીના ચીખલી તાલુકાના બામણવેલ ગામે હનુમાનજી મંદિર તોડવાની નોટિસ મામલે વિવાદ
મંદિર માટે કોઈપણ પ્રકારની વૈકલ્પિક જગ્યા કે વ્યવસ્થા ઊભી કર્યા વિના સીધી તોડવાની કાર્યવાહી કરવાના પ્રયાસો સામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ઉગ્ર વિરોધ

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બામણવેલ ગામ પાસે આવેલા હનુમાનજી મંદિરને તોડી પાડવા માટે R&B (સ્ટેટ હાઈવે) વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હોવાના દાવા બાદ સમગ્ર પંથકમાં ભારે વિવાદ સર્જાયો છે. મંદિર માટે કોઈપણ પ્રકારની વૈકલ્પિક જગ્યા કે વ્યવસ્થા ઊભી કર્યા વિના સીધી તોડવાની કાર્યવાહી કરવાના પ્રયાસો સામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ મામલે કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા આક્ષેપ કરવામાં આવ્યો છે કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં ૨૦૦થી વધુ મંદિરો તોડી પાડવામાં આવ્યા છે. જિલ્લા કોંગ્રેસે તંત્રને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો વૈકલ્પિક વ્યવસ્થા વિના આ હનુમાનજી મંદિર તોડવામાં આવશે, તો કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં રોડ પર ઉતરીને ઉગ્ર આંદોલન કરશે.
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
