તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના પોલીસ વિરુદ્ધના નિવેદનથી વિવાદ : IPS એસોસિએશન દ્વારા ચૂંટણી પંચમાં ધા
પોલીસ જવાનોના અપમાન મુદ્દે IPS એસોસિએશને કડક વલણ અપનાવ્યું : ધારાસભ્ય સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ

ગાંધીનગર:આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા પોલીસ અધિકારીઓ અને જવાનો વિરુદ્ધ કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીઓને લઈને રાજ્યમાં નવો વળાંક આવ્યો છે. ગુજરાત આઇપીએસ (IPS) એસોસિએશને આ નિવેદન સામે સખત વાંધો ઉઠાવી મેદાને પડ્યું છે. એસોસિએશન દ્વારા રાજ્ય ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે ધારાસભ્યના આ પ્રકારના વર્તનથી પોલીસ દળના મનોબળ પર નકારાત્મક અસર પડે છે.
રાજકીય ગરમાવો:
પોલીસ અધિકારીઓએ માંગ કરી છે કે પોલીસ જવાનો વિરુદ્ધ અયોગ્ય ભાષાનો પ્રયોગ કરનાર ધારાસભ્ય સામે કાયદાના દાયરામાં રહીને તાત્કાલિક કડક પગલાં ભરવામાં આવે. આ મામલો સામે આવ્યા બાદ રાજ્યના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. એક તરફ પોલીસ દળમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ વિપક્ષી નેતાના આ નિવેદનથી રાજકીય ગરમાવો વધી ગયો છે.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
