તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના ટાઈમટેબલને લઈને વિવાદ સર્જાયો
એક જ દિવસે અને સરખા સમયે રેગ્યુલર તથા બેકલોગની બે પરીક્ષા ગોઠવવામાં આવતા વિદ્યાર્થીઓ સામે એક સાથે બે પેપર આપવાની મુશ્કેલી

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના ટાઈમટેબલને લઈને વિવાદ સર્જાયો છે. એક જ દિવસે અને સરખા સમયે રેગ્યુલર તથા બેકલોગની બે પરીક્ષા ગોઠવવામાં આવતા વિદ્યાર્થીઓ સામે એક સાથે બે પેપર આપવાની મુશ્કેલી ઊભી થઈ છે. જેના કારણે એક પરીક્ષા છોડવી પડે તો શૈક્ષણિક વર્ષ બગડવાની ભીતિ વિદ્યાર્થીઓમાં વ્યક્ત કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પરીક્ષા વિભાગ દ્વારા કોઈ ઉકેલ નહીં લાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનોએ સરખા સમયે ગોઠવાયેલી પરીક્ષાઓની તારીખમાં તાત્કાલિક ફેરફાર કરવાની માગ કરી છે. જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો યુનિવર્સિટી પરિસરમાં ઉગ્ર આંદોલન અને ઘેરાવ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
