News of Sunday, 4th October 2026
ગુજરાત ભાડા વિધેયક-2026 નો વિવાદ વધુ વકર્યો: અમદાવાદમાં 5 થી 10 ઓક્ટોબર સુધી કોર્ટ કામગીરીથી અળગા રહેશે વકીલો
5 ઓક્ટોબરે અમદાવાદમાં બાઈક રેલી યોજાશે. 6 ઓક્ટોબરે લાલદરવાજા વિસ્તારમાં આક્રોશજનક કાર્યક્રમ, 7 ઓક્ટોબરે સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના મુખ્ય દરવાજા પાસે ધરણા યોજાશે.

અમદાવાદ :ગુજરાત ભાડા વિધેયક-2026 નો વિવાદ વધુ વકર્યો છે. અમદાવાદ બાર એસોસિએશન અને અમદાવાદ સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશનનું એલાન 5 ઓક્ટોબરથી કોર્ટ કામગીરીથી સ્વૈચ્છિક રીતે અળગા રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બંને બાર એસોસિએશનની સંયુક્ત અસાધારણ સામાન્ય સભામાં નિર્ણ્ય લેવાયો છે આગામી 5 થી 10 ઓક્ટોબર સુધી કોર્ટ કામગીરીથી વકીલો અળગા રહેશે , 5 ઓક્ટોબરે અમદાવાદમાં બાઈક રેલી યોજાશે. 6 ઓક્ટોબરે લાલદરવાજા વિસ્તારમાં આક્રોશજનક કાર્યક્રમનું આયોજન કર્યું છે. 7 ઓક્ટોબરે સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના મુખ્ય દરવાજા પાસે ધરણા યોજાશે. ગુજરાતના વિવિધ વકીલ મંડળોએ પણ આ વિરોધને સમર્થન આપ્યું હોવાનો દાવો કરાયો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા પણ ઠરાવ કરીને લડતને ટેકો જાહેર કરાયો છે. વિધેયકની જોગવાઈઓનો વિરોધ કરવા વકીલો દ્વારા વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમો યોજાશે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
