<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

નવસારીમાં મતદાનના દિવસે થયેલા ચર્ચિત 'લાફાકાંડ' માં પોલીસની મોટી કાર્યવાહી :નપાના પૂર્વ ચીફ ઓફિસર વિરુદ્ધ ગુનો દાખલ

વોર્ડ નંબર 13 ના ઉમેદવાર માધવી શેઠના સસરા અને પૂર્વ ચીફ ઓફિસર સુરેશ શેઠે કોંગ્રેસના ઉમેદવાર સાથે ઘર્ષણ કર્યું હતું

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનના દિવસે થયેલા ચર્ચિત 'લાફાકાંડ' માં પોલીસે આખરે મોટી કાર્યવાહી કરી છે. નવસારી નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સુરેશ શેઠ વિરુદ્ધ જાતિ વિષયક ટિપ્પણી અને મારપીટ કરવા બદલ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, મતદાનના દિવસે વોર્ડ નંબર 13 ના ઉમેદવાર માધવી શેઠના સસરા અને પૂર્વ ચીફ ઓફિસર સુરેશ શેઠે કોંગ્રેસના ઉમેદવાર સાથે ઘર્ષણ કર્યું હતું. આ વિવાદ દરમિયાન સુરેશ શેઠે કોંગ્રેસના ઉમેદવારને લાફા ઝીંકી દીધા હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટના બાદ રાજકીય માહોલ ગરમાયો હતો. 

(11:29 AM IST)