તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
સુરતના નાસીરનગરમાં વિવાદી ડિમોલિશન મામલે આખરે 51 દિવસ બાદ હાઈ લેવલ તપાસ સમિતિની રચના કરાઈ
સમિતિને 60 દિવસની અંદર સમગ્ર ઘટનાની તપાસ પૂર્ણ કરીને રાજ્ય સરકારને વિગતવાર અહેવાલ સોંપવાનો નિર્દેશ

સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન મામલે આખરે રાજ્ય સરકારે 51 દિવસ બાદ હાઈ લેવલ તપાસ સમિતિની રચના કરી છે. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે એમ. થેન્નારસનના અધ્યક્ષસ્થાને સમિતિ બનાવવામાં આવી છે, જેમાં રાજકુમાર બેનિવાલનો પણ સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિને 60 દિવસની અંદર સમગ્ર ઘટનાની તપાસ પૂર્ણ કરીને રાજ્ય સરકારને વિગતવાર અહેવાલ સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અને હાઉસિંગ વિભાગના સચિવને પણ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. જરૂર જણાય તો સમિતિના અધ્યક્ષને યોગ્ય અધિકારીને આમંત્રિત સભ્ય તરીકે જોડવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. હવે આ તપાસ સમિતિ ડિમોલિશનની પ્રક્રિયા, વહીવટી જવાબદારી અને સમગ્ર ઘટનાક્રમની ઊંડાણપૂર્વક તપાસ કરશે.બ
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
