<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

અમદાવાદમાં ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટની મંજૂરીને લઈને વિવાદ અને ચર્ચાસ્પદ વાતાવરણ

'પટિયાલા પેગ' અને 'જીભ વિચ ફીમ' ગાવા અંગે ગંભીર સવાલો: ડ્રગ્સ વિરોધી સઘન અભિયાન વચ્ચે આ પ્રકારના સંગીત કોન્સર્ટને મંજૂરી આપવાના વિરોધમાં તંત્રની ભૂમિકા સામે ચર્ચાઓ શરૂ

અમદાવાદ ખાતે યોજાનાર પ્રખ્યાત ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટની મંજૂરીને લઈને ભારે વિવાદ અને ચર્ચાસ્પદ વાતાવરણ ઊભું થયું છે. એક તરફ ગુજરાત પોલીસ રાજ્યમાં યુવાધન બચાવવા માટે 'Say No to Drugs' (ડ્રગ્સને ના કહો) જેવું અભિયાન ચલાવી રહી છે, ત્યારે બીજી તરફ આ કોન્સર્ટમાં ડ્રગ્સ અને દારૂના સ્પષ્ટ ઉલ્લેખવાળાં ગીતો જેમ કે 'પટિયાલા પેગ' અને 'જીભ વિચ ફીમ' ગાવા અંગે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આવા ગીતોની યુવાનોની માનસિકતા પર વિપરીત અસર પડવાની આશંકા વ્યક્ત થઈ રહી છે, જેના કારણે ડ્રગ્સ વિરોધી સઘન અભિયાન વચ્ચે આ પ્રકારના સંગીત કોન્સર્ટને મંજૂરી આપવાના વિરોધમાં તંત્રની ભૂમિકા સામે ચર્ચાઓ શરૂ થઈ છે.

(11:50 PM IST)