News of Saturday, 2nd May 2026
વલસાડ જિલ્લાના વાપી ભાજપા અગ્રણી શૈલેષ પટેલ હત્યા પ્રકરણમાં કોન્ટ્રાક્ટ કિલર દિનેશ ગૌડની જામીન અરજી કોર્ટે ફગાવી
આરોપી દિનેશ ગૌડ સહિતના શૂટરોએ પિસ્ટલ વડે ફાયરિંગ કરીને હત્યાને અંજામ આપ્યો હતો.

વલસાડ જિલ્લાના વાપી ભાજપાના તાલુકા અગ્રણી શૈલેષ પટેલની હત્યા કેસમાં સંડોવાયેલા શાર્પ શૂટર દિનેશ ઉર્ફે લાલુ મોતીલાલ ગૌડની જામીન અરજી વાપીની નામદાર અદાલતે નામંજૂર કરી છે. વલસાડના એડિશનલ સેશન્સ જજ ડૉ. એચ.એન. વકીલે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. આ કેસમાં વલસાડ એલસીબી પોલીસે તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ દાખલ કરી હતી. જેલવાસ ભોગવી રહેલા આરોપી દિનેશ ગૌડે નિયમિત જામીન માટે અરજી કરી હતી. જોકે, સરકારી પક્ષે ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલોને કોર્ટે માન્ય રાખી હતી. કોર્ટે આરોપીની નિયમિત જામીન અરજી ફગાવી દેવાનો આદેશ કર્યો છે.
વલસાડ જિલ્લાના વાપી ભાજપાના તાલુકા અગ્રણી શૈલેષ પટેલની હત્યા કેસમાં સમગ્ર ઘટના 8 મે 2023ના રોજ બની હતી. રાતા ખાડી સ્થિત રામેશ્વર મહાદેવ મંદિર પાસે શૈલેષ પટેલની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.જૂની અદાવતનો બદલો લેવા માટે વિપુલ પટેલ, મિતેશ પટેલ અને શરદ પટેલે રૂ. 19 લાખમાં હત્યાની સોપારી આપી હતી.
આરોપી દિનેશ ગૌડ સહિતના શૂટરોએ પિસ્ટલ વડે ફાયરિંગ કરીને હત્યાને અંજામ આપ્યો હતો.
આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે હત્યા (કલમ 302), કાવતરું (કલમ 120B) અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી દિનેશ ગૌડ અગાઉ પણ અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે. નામદાર કોર્ટે ગુનાની ગંભીરતા અને ઉપલબ્ધ પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપીને જેલમાં જ રાખવાનો આદેશ આપ્યો હતો
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
