તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
સુરતના ઓલપાડમાં અવિરત ધોધમાર વરસાદ: બે દિવસ ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી
મામલતદાર સહિતના અધિકારીઓએ નીચાણવાળા વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી :સાયણ પંથકના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે સ્થળાંતર કરી જવા સૂચના

સુરતના ઓલપાડ વિસ્તારમાં અવિરતપણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતાં જ સાયણ, ઓલપાડ અને કીમ વિસ્તારમાં વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને મામલતદાર સહિતના અધિકારીઓએ નીચાણવાળા વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જળબંબાકારની સ્થિતિ સર્જાય તે પહેલાં જ સાયણ પંથકના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે સ્થળાંતર કરી જવા સૂચના આપી દેવામાં આવી છે.
(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
