તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ: અત્યાર સુધીમાં 23 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર
સૌથી વધુ નવસારી જિલ્લામાં 11,590 લોકોનું સ્થળાંતર કરાયું:સુરતમાં 7 હજારથી વધુ લોકોને અન્યત્ર ખસેડાયા :તાપી જિલ્લામાં પણ પૂરના પ્રકોપને કારણે 1,500થી વધુ લોકોને સલામત સ્થળોએ પહોંચાડાયા

અમદાવાદ : રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિના કારણે જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત બન્યું છે. પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યાર સુધીમાં 23 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યા છે. સૌથી વધુ નવસારી જિલ્લામાં 11,590 લોકોનું સ્થળાંતર કરાયું છે, જ્યારે સુરતમાં 7 હજારથી વધુ લોકોને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં પણ પૂરના પ્રકોપને કારણે 1,500થી વધુ લોકોને સલામત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. ઉપરાંત વડોદરા, આણંદ, નર્મદા, ખેડા અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે જનજીવન ઠપ્પ બન્યું છે અને તંત્ર દ્વારા બચાવ તેમજ રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી રહી છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
