<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

સીંગતેલના ભાવમાં સતત ઘટાડો : ડબ્બાદીઠ રૂપિયા 50 ઘટ્યા

તેલ બજારમાં સતત ઘટાડા તરફી વલણ આગળ વધતા ગ્રાહકોને ખાદ્ય તેલને લઈ મોટી રાહત મળી

અમદાવાદ ખાતે તેલ બજારમાં સતત ઘટાડા તરફી વલણ આગળ વધ્યું છે, જેને પગલે ગ્રાહકોને ખાદ્ય તેલને લઈ મોટી રાહત મળી રહી છે.

આજે સીંગતેલ ડબ્બાદીઠ ભાવમાં રૂપિયા 50 ઘટાડો થયો છે. જોકે કપાસીયા તેલમાં ડબ્બા દીઠ રૂપિયા 20 વધ્યા છે.

વિવિધ તેલની જાતનો ભાવ  આ મુજબ હતા 

  • સિંગતેલ: રૂપિયા 2700 – રૂપિયા 2950
  • કપાસિયા તેલ: રૂપિયા 2450 – રૂપિયા 2620
  • પામતેલ (પાલ્મોલીન): રૂપિયા 2500
  • સનફ્લાવર તેલ રૂપિયા 2600

અમદાવાદ ખાતે ખાદ્ય તેલ તથા અન્ય તેલોની જાતો આજે ભાવમાં નોંધપાત્ર ફેરફાર થયો છે.

અમદાવાદ ખાતે 15 કિલો સીંગતેલ નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2700, ઉપરમાં રૂપિયા 2950 રહ્યા હતા. જ્યારે સીંગતેલ નવો ડબ્બો 15 લીટરમાં રૂપિયા 2950 રહ્યા હતા. 

અન્ય ખાદ્ય તેલોની જાતોમાં પામોલીન નવા ડબ્બાનો ભાવ રૂપિયા 2500, કોપરેટ રૂપિયા 4900, સરસીયુ મોળું રૂપિયા 2500, સરસીયુ તીખુ રૂપિયા 2650 રહ્યા હતા.15 લીટરમાં સનફ્લાવર તેલ રૂપિયા 2600, મકાઈ તેલ 15 લીટરમાં રૂપિયા 2400, કપાસીયા તેલ પાંચ લીટર રૂપિયા 780થી રૂપિયા 810 રેન્જમાં કામકાજ ધરાવતા હતા. જ્યારે સીંગતેલ 5 લીટરનો ભાવ રૂપિયા 870થી રૂપિયા 890 વચ્ચે કામકાજ ધરાવતા હતા.

(8:40 PM IST)