<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

દાહોદમાં રળિયાતી બાંધકામ સાઈટ પર ચોકીદારની પથ્થર મારી હત્યા: ભંગાર ચોરીની ના પાડતા મોતને ઘાટ ઉતાર્યા

પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી આરોપી દ્રિપલ અમલીયારને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

દાહોદના રળિયાતી વિસ્તારમાં આવેલી એક બાંધકામ સાઈટ પર ફરજ બજાવતા ચોકીદારની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. બાંધકામ સાઈટ પર લોખંડના ભંગારના ટુકડા ચોરી કરવા આવેલા શખ્સે ચોકીદારની કરપીણ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે, આરોપી દ્રિપલ કાળુભાઈ અમલીયાર સાઈટ પર ભંગાર ચોરવા આવ્યો હતો, ત્યારે ફરજ પરના ચોકીદાર મનુભાઈએ તેને અટકાવી ચોરી કરવાની ના પાડી હતી. આ બાબતે ઉશ્કેરાઈ જઈને આરોપી દ્રિપલે ચોકીદાર મનુભાઈ પર પથ્થરના ઘા ઝીંકી દઈ તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી આરોપી દ્રિપલ અમલીયારને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપીએ અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ અને તેની સાથે અન્ય કોઈ શખ્સ સામેલ હતો કે નહીં તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી બાંધકામ સાઈટ પર કામ કરતા કર્મચારીઓમાં ભયની લાગણી ફેલાઈ છે.

(1:03 AM IST)