<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

કાલે સંવિધાન રક્ષા માર્ચઃ અમદાવાદ જવા શહેર કોંગ્રેસની ટીમ રવાના

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ‘સંવિધાન રક્ષા માર્ચ'માં જોડાવા માટે રાજકોટ શહેર કોંગ્રેસની ટીમ આજે રાજકોટથી અમદાવાદ જવા રવાના થઈ હતી. સંવિધાનની ગરિમા જળવાય, લોકશાહી મજબૂત બને અને નાગરિકોના અધિકારો સુરક્ષિત રહે - એ જ સંવિધાન રક્ષા માર્ચનો સંકલ્‍પ સિદ્ધ કરવા રાજકોટ થી ડો. રાજદીપસિંહ જાડેજા ની આગેવાની હેઠળ, સંજયભાઈ અજુડિયા, રવિ જીતીયા, મુકુંદભાઈ ટાંક, હાજીભાઇ ઓડિયા અર્જુનભાઈ ચૌહાણ, ઇબ્રાહીમભાઇ સોરા, મેહુલ મકવાણા જગદીશસિંહ જાડેજા રાજુભાઈ ચાવડા યુનુસભાઈ જુણેજા, ભાવેશભાઈ વાઘેલા, સુરેશભાઈ ગેરૈયા, રાજુભાઈ બાબીયા, ગીરીશભાઈ પટેલ, અજીતભાઈ વાંક, સલીમભાઈ કારિયાણી સિકંદરભાઈ ડાકોરા, નરેશભાઈ પરમાર સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ હોદ્દેદારો રાજકોટ થી રવાના થયા હતા.

(1:19 PM IST)