<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

સુરતમાં પોસ્ટ મારફતે ડ્રગ્સ સપ્લાય કરવાના કારસાનો પર્દાફાશ :આરોપીને ઝડપી લઈને જેલ હવાલે કરાયો

અઠવા વિસ્તારની નાનપુરા પોસ્ટ ઓફિસ સાથે સંકળાયેલા આ મામલે મદ્રાસ એરપોર્ટ પરથી ઝડપાયેલા એક ડ્રગ્સ પેડલરે મહત્વની બાતમી આપી હતી.

સુરતમાં પોસ્ટ મારફતે ડ્રગ્સ સપ્લાય કરવાના કારસાનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. અઠવા વિસ્તારની નાનપુરા પોસ્ટ ઓફિસ સાથે સંકળાયેલા આ મામલે મદ્રાસ એરપોર્ટ પરથી ઝડપાયેલા એક ડ્રગ્સ પેડલરે મહત્વની બાતમી આપી હતી. આરોપીએ સુરતમાં પોસ્ટ દ્વારા ડ્રગ્સ મોકલવામાં આવ્યું હોવાની માહિતી આપતાં મદ્રાસ પોલીસની ટીમ સુરત પહોંચી હતી. બાતમીના આધારે પોલીસે પાર્સલ મંગાવનાર વ્યક્તિનો સંપર્ક કરી તેને પોસ્ટ ઓફિસ ખાતે બોલાવ્યો હતો. ત્યાં પહોંચતા જ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની મેડિકલ તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને ડ્રગ્સ રેકેટના અન્ય તાર જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

(11:24 AM IST)