<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

બનાસકાંઠામાં શિક્ષકને હની ટ્રેપમાં ફસાવવાની ધમકી આપી રૂપિયા પડાવવાના કાવતરાનો પર્દાફાશ : ત્રણની ધરપકડ

આરોપીઓએ શિક્ષકને બાલારામના જંગલમાં લઈ જઈ ધમકી આપી: શિક્ષક પાસેથી ₹1.15 લાખ પડાવ્યાનું પણ સામે આવ્યું :આશા શર્મા સહિત અન્ય ત્રણ આરોપીઓ ફરાર

બનાસકાંઠામાં શિક્ષકને હની ટ્રેપમાં ફસાવવાની ધમકી આપી રૂપિયા પડાવવાના કાવતરાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે મહેબૂબ બલોચ, સલીમ બલોચ અને નરસિંહ રાવળ સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ શિક્ષકને બાલારામના જંગલમાં લઈ જઈ ધમકી આપી હોવાનો આક્ષેપ છે. શિક્ષક પાસેથી ₹1.15 લાખ પડાવ્યાનું પણ સામે આવ્યું છે. સમગ્ર કાવતરામાં શિક્ષક, એક પત્રકાર અને મહિલાની સંડોવણી હોવાના આક્ષેપ છે, જ્યારે આશા શર્મા સહિત અન્ય ત્રણ આરોપીઓ ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.

(8:07 PM IST)