News of Tuesday, 15th September 2026
કોંગ્રેસનો કકળાટ માત્ર બનાસકાંઠા જિલ્લા પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર રાજ્યમાં આવી જ સ્થિતિ: ભાજપ નેતા પ્રવીણ માળીના પ્રહાર
પ્રવિણ માળીએ કટાક્ષ કરતાં કહ્યું કે, કોંગ્રેસ પોતાના પરિવારને સાચવી શકતી નથી તો રાજ્ય કેવી રીતે સાચવશે?

બનાસકાંઠા કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક કકળાટ વચ્ચે ભાજપ નેતા પ્રવિણ માળીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસનો કકળાટ માત્ર બનાસકાંઠા પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર રાજ્યમાં આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસમાં નેતા અને યોગ્ય નેતૃત્વનો અભાવ હોવાનો આક્ષેપ કર્યો હતો પ્રવિણ માળીએ કટાક્ષ કરતાં કહ્યું કે, કોંગ્રેસ પોતાના પરિવારને સાચવી શકતી નથી તો રાજ્ય કેવી રીતે સાચવશે? તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ પાસે હાલ કોઈ નક્કર મુદ્દો નથી, જેના કારણે પક્ષમાં આંતરિક વિખવાદ અને આક્ષેપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસના સંગઠન અને નેતૃત્વ સામે પણ તેમણે સવાલો ઉઠાવ્ય હતા
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
