<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

અમદાવાદમાં આવતીકાલે કોંગ્રેસની સંવિધાન રક્ષા માર્ચ : અધ્યક્ષતા પ્રભારી રણદીપ સુરજેવાલા અને પ્રદેશ પ્રમુખ કરશે.

કોંગ્રેસનો આક્ષેપ છે કે દેશમાં મતાધિકારની ચોરી થઈ રહી છે અને લોકશાહી ખતમ થાય તેવી સ્થિતિ ઊભી થઈ

અમદાવાદ :ગુજરાત કોંગ્રેસ દ્વારા આવતીકાલે અમદાવાદમાં સંવિધાન રક્ષા માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યે કોંગ્રેસ ભવન ખાતે યોજાનારી માર્ચ અને સભાની અધ્યક્ષતા પ્રભારી રણદીપ સુરજેવાલા અને પ્રદેશ પ્રમુખ કરશે. તેમાં રાજ્યભરના કોંગ્રેસના નેતાઓ હાજર રહેશે. કોંગ્રેસનો આક્ષેપ છે કે દેશમાં મતાધિકારની ચોરી થઈ રહી છે અને લોકશાહી ખતમ થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. પક્ષે જણાવ્યું કે ભવિષ્યની ચિંતા સાથે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ દિલ્હીમાં એકત્ર થયા હતા અને ચૂંટણી કમિશનરનું પદ હટાવવાની માંગ કરી હતી. હવે દેશમાં લોકશાહી બચાવવા લડત આપવી પડશે.

(11:26 PM IST)