News of Saturday, 30th May 2026
હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય :પ્રમુખ પદે પ્રભાતબા વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન ચાવડાની વરણી
બે વખત ચૂંટણી મોકૂફ થયા બાદ આખરે કોંગ્રેસની સત્તા: કોંગ્રેસે ભાજપ[ પર સત્તા મેળવવા લોકશાહીની હત્યા કર્યાનો આરોપ લગાવ્યો

દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ- ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજાઈ હતી આજે સવારે 11 વાગ્યે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં નવનિયુક્ત પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી ત્યારબાદ સત્તાવાર પ્રમુખ- ઉપપ્રમુખના નામની જાહેરાત કરાઈ હતી દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણી અગાઉ બે વખત રદ થઈ ચૂકી છે... શુક્રવારના ચૂંટણીને લઈ પ્રાંત અધિકારીએ એક બેઠક બોલાવી હતી.જે બેઠકમાં આજે પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણી કરવાનો નિર્ણય લેવાયો હતો. બે વખત રદ કરાયેલી તાલુકા પંચાયત પ્રમુખના હોદ્દેદારોની ચૂંટણીને લઈ કોંગ્રેસે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા , સત્તા મેળવવા ભાજપે લોકશાહીની હત્યા કર્યાનો આરોપ લગાવ્યો હતો આટલું જ નહીં પ્રાંત અધિકારીએ કાર્યકરો સામે ખોટી ફરિયાદ કર્યાનો આરોપ લગાવ્યો હતો કોંગ્રેસ આજે યોજાનારી ચૂંટણીમાં દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સત્તા મેળવશે તેવો આશાવાદ પણ વ્યકત કર્યો હતો ...
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
