<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા સાવચેતીના પગલાં: ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા

ઉમેદવારોની સુરક્ષાની જવાબદારી વોર્ડના સિનિયર નેતાઓને સોંપાઈ :ફોર્મ ચકાસણી દરમિયાન દરેક ઉમેદવાર સાથે સિનિયર નેતા અને વકીલ હાજર રહેશે

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈ કોંગ્રેસે સાવચેતીના પગલાં ભર્યા છે. ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. અગાઉની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોવાના અનુભવને પગલે આ નિર્ણય લેવાયો છે. ઉમેદવારોની સુરક્ષાની જવાબદારી વોર્ડના સિનિયર નેતાઓને સોંપવામાં આવી છે. ફોર્મ ચકાસણી દરમિયાન દરેક ઉમેદવાર સાથે સિનિયર નેતા અને વકીલ હાજર રહેશે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સાંજથી ઉમેદવારો ચૂંટણી પ્રચાર શરૂ કરશે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારો પર કોઈ પ્રકારનું દબાણ ન આવે તે માટે પક્ષ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે.

(9:29 PM IST)