તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 21st May 2026
સાગબારામાં કોંગ્રેસને મોટો ઝટકો, મોટી સંખ્યામા આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા
જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની ઉપસ્થિતિમાં તમામ આગેવાનોનું સ્વાગત: ધારાસભ્ય ચૈતર વસાવાએ નવા જોડાયેલા આગેવાનોને પાર્ટીનો ખેસ પહેરાવી આવકાર્યા

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે, કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરોએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આ કાર્યક્રમ દરમિયાન નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની ઉપસ્થિતિમાં તમામ આગેવાનોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવાએ નવા જોડાયેલા આગેવાનોને પાર્ટીનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.
આમ આદમી પાર્ટીમાં જોડાનાર આગેવાનોમાં પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન આનંદભાઈ ઉદેસિંગભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રાજેન્દ્રભાઈ સુભાષભાઈ, માજી તાલુકા સભ્ય બહાદુરભાઈ વેચનાભાઈ, ઉમેશભાઈ સેવંતાભાઈ, તોસિફભાઈ (સાગબારા) તેમજ રાજુભાઈ ગેમજીભાઈ સહિતના આગેવાનોનો સમાવેશ થાય છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીનો પ્રભાવ સતત વધી રહ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. લોકો આપ ના કામો ની રાજનીતિથી પ્રેરાઈ પાર્ટી તરફ આકર્ષાઈ રહ્યા હોવાનું કાર્યકરોએ જણાવ્યું હતું.
લોકોમાં વિશ્વાસ વધતા કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોના કાર્યકરો તેમજ આગેવાનો હવે આમ આદમી પાર્ટીને મજબૂત વિકલ્પ તરીકે સ્વીકારી રહ્યા હોવાનું પણ જણાવ્યુ હતું.
નર્મદા જિલ્લામાં ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટીનું સંગઠન દિવસે ને દિવસે વધુ મજબૂત બની રહ્યું હોવાનો કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
